Site icon hindi.revoi.in

શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી…

Social Share

શ્રાવણ માસની વદ આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો..ત્યારે રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવશે..આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે..અને મંદિરે જઈ ભજન – કીર્તન કરવામાં આવે છે તેમજ બીજા દિવસે એટલે કે નોમના દિવસે પારણા કરવામાં આવે છે..

જન્માષ્ટમી નિમિતે તમામ હિંદુઓ ઉપવાસ કરે છે..તમામના ઘરે ફરાળી વાનગીઓ બંને છે..જેમાં બટેટાની વેફર, સાબુદાણાની ખીચડી, રાજગરાની પૂરી અને ગાજર કે દુધીનો હલવો તેમજ ફરાળી મિષ્ટાન બનાવવામાં આવે છે..જેમાં તમામ પ્રકારના ભોગ અને વિવિધ વાનગીઓ અને મિષ્ઠાન સાથે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ ના નાદ સાથે ઉજવણી કરવામાં આવે છે..આમ, સાતમ – આઠમની ઉજવણી કરવામાં આવે છે..

આ વખતે કોરોનાને લઈને મેળા કે અન્ય આયોજન રદ કરાયા છે… તેમજ હરવા – ફરવા પર પણ પાબંધી છે.. ત્યારે ઉજવણી માત્ર ઘરે રહીને જ થઇ શકશે.

દેવાંશી-

Exit mobile version