Site icon hindi.revoi.in

આજથી શરુ થશે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન – રેલ્વે તહેવારોની સીઝનમાં ખાસ ટ્રેનો દોડાવશે

Social Share

 

સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક જાહેર સ્થળો, ફ્લાઈટ સેવાઓ અને ટ્રેન સેવાઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો, ત્યાર બાદ ઘીરે ઘીરે અનલોક થતા અનેક સેવાઓ ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે રેલ્વે વિભાગ દ્રારા તહેવારોને લઈને અનેક ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશની લાઈફ લાઈન ગણાતી ટ્રેનો હવે ઘીરે ઘીરે શરુ થઈ રહી છે, જો કે પશ્વિમ રેલ્વે તરફથી એક સારા સમાચાર મળી રહ્યા છે, દિવાળી જેવા મોટા તહેવારોને જોતા પશ્વિમ રેલ્વે એ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે 28 ઓક્ટોબર 2020 થી ખાસ શતાપ્દી એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

આ સાથે જ તહેવારો હોવાથી ભીડને ઓછી કરવા માટે રેલ્વે એ બે ટ્રેન સ્પેશ્યલ ચલાવાવની ઘોષણા કરી છે, જે ભૂજ અને બરેલી વચ્ચે દોડાવવામાં આવશે, પશ્વિમ રેલ્વે એ ટ્વિટર પર ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

સાહીન-

Exit mobile version