Site icon Revoi.in

ગઠબંધન પર મંથન: શરદ પવારે કર્યો ફોન પણ જગન મોહન રેડ્ડીએ ન કરી વાત

Social Share

લોકસભા ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલ ભલે એનડીએને બહુમત દર્શાવી રહ્યા હોય, પરંતુ ફાઇનલ રિઝલ્ટ પહેલા વિપક્ષીય દળોના નેતા એકબીજાને સાધવામાં વ્યસ્ત થઈ ગયા છે. ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ જ્યાં ઉત્તર ભારતના રાજકીય દળોના નેતાઓની મુલાકાત કરી રહ્યા છે તો એનસીપી પ્રમુખ શરદ પવારે મંગળવારે યુપીએ તરફથી વાઇએસઆર કોંગ્રેસન અધ્યક્ષ જગન મોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કર્યો. જોક, આશ્ચર્યની વાત એ છે કે જગન મોહન રેડ્ડીએ પવાર સાથે વાત ન કરી.

માનવામાં આવી રહ્યું છે કે આંધ્રપ્રદેશમાં સારું પ્રદર્શન કરી રહેલા જગન મોહન રેડ્ડી 23 મેના રોજ આવનારા પરિણામો પહેલા કોઈપણ પક્ષ સાથે ઊભા રહેવા નજર આવવા માંગતા નથી. રેડ્ડી પરિણામો પહેલા પોતાના પત્તા ખોલવા માંગતા નથી. જોકે એક્ઝિટ પોલમાં વાયએસઆર કોંગ્રેસને ટીડીપી કરતા વધુ સીટ્સ મળવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. એવામાં કોંગ્રેસનો પ્રયત્ન છે કે જગનને પોતાની સાથે લાવવામાં આવે.

કોંગ્રેસની સાથે એનસીપીનું ગઠબંધન છે અને યુપીએ તરફથી જ શરદ પવાર જગન મોહન સાથે ફોન પર વાત કરવા માંગતા હતા, પરંતુ જગન આ માટે તૈયાર ન થયા. એવું લાગી રહ્યું છે કે તેઓ ચૂંટણી પરિણામો આવવાની રાહ જોઈ રહ્યા છે અને ત્યાં સુધી કોઈની સાથે વાત કરવા નથી માંગતા. ઉલ્લેખનીય છે કે ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ ગયા અઠવાડિયે પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન શરદ પવારની 2 વખત મુલાકાત કરી હતી.