Site icon hindi.revoi.in

દેશમાં 21 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે, આ માટેની ગાઇડલાઇન જાહેર

Social Share

દેશમાં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું જેને પગલે દેશની દરેક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે અનલોક દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરવાની વિસ્તૃત માર્ગરેખા જાહેર કરી છે. જે શાળાઓ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા ઇચ્છુક હોય તેઓએ શાળાના મુખ્ય દરવાજા પર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું તાપમાન માપવા થર્મલ ગન્સ રાખવાની રહેશે.

શાળાઓએ નીચેની ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.

તે ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે દરેક સ્થિતિમાં માસ્ક ફરજીયાત રહેશે. દરવાજાના હેન્ડલ, દાદરાની રેલિંગ, ખુરશીઓ, બેન્ચ, વોશરૂમની અંદરની એક્સેસરીઝ હાઇપોક્લોરાઇટ સોલ્યુશનથી સ્વચ્છ કરવાની રહેશે.

નોંધનીય છે કે શાળાઓને શૈક્ષણિક સામગ્રી, કમ્પ્યુટર્સ, લેપટોપ્સ, પ્રિન્ટર્સને ૭૦ ટકા આલ્કોહોલ ધરાવતા વાઇપ્સની જંતુમુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પીવાના પાણી તેમજ હાથ ધોવાના સ્થાન, વોશરૂમ્સ વગેરેની વ્યાપક સફાઈ કરવા જણાવાયું છે.

(સંકેત)

Exit mobile version