એક્ઝિટ પોલ્સના પરિણામોમાં એનડીએન બહુમત મળતો જોઇને વિપક્ષીય દળો ઇવીએમ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. તેઓ 50% ઇવીએમ અને વીવીપેટની પરચીઓને મેચ કરવાની માંગ કરી રહ્યા છે. આ સંબંધે 20 વિપક્ષીય દળોના નેતાઓએ ચૂંટણીપંચની મુલાકાત કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે 100% ઇવીએમ અને વીવીપેટની પરચીઓના મેચની માંગવાળી અરજી રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે તે જનપ્રતિનિધિઓને પસંદ કરવાના માર્ગમાં વચ્ચે નહીં આવે. આ અરજી કેટલાક ટેક્નોક્રેટ્સે લગાવી હતી.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશના ગાજીપુરથી ગઠબંધનના ઉમેદવાર અફઝલ અન્સારી તરફથી ઇવીએમની સુરક્ષા પર ઉઠાવવામાં આવેલા સવાલોને ચૂંટણીપંચે રદ કરી દીધા છે. તેની વીડિયોગ્રાફી કરાવવામાં આવી. સ્ટ્રોંગરૂમની બહાર સીસીટીવી લાગેલા છે. સીએપીએપના જવાનો તહેનાત છે. એવામાં તમામ આરોપ આધારહીન છે. આ પહેલા સોમવારે રાતે અફઝલે ઇવીએમમાં ગરબડની આશંકા દર્શાવીને ગાજીપુરમાં સ્ટ્રોંગરૂમની બહાર હોબાળો કર્યો અને ધરણા પર બેસી ગયા. આ સીટ પર બાહુબલી નેતા મુખ્તાર અન્સારીના ભાઈ અફઝલનો કેન્દ્રીય મંત્રી મનોજ સિંહા સામે મુકાબલો છે.