Site icon hindi.revoi.in

સુશાંતસિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, CBI તપાસનો આપ્યો આદેશ

Social Share

નવી દિલ્લી: સુશાંતસિંહ રાજપૂતના કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દરમિયાન બિહાર પોલીસ દ્વારા નોંધવામાં આવેલી F.I.Rને યોગ્ય બતાવી જે મુંબઈ પોલીસની તપાસ પર અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બિહારની સરકારને સુશાંતસિંહની હત્યા કે આત્મહત્યાના કેસમાં તપાસનો અધિકાર છે અને મહારાષ્ટ્ર સરકારે પણ સીબીઆઈના આદેશનું પાલન કરવું પડશે.

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સુશાંત સિહં રાજપૂતના ચાહકોમાં ખુશીનો માહોલ છે અને ટ્વિટર પર હાલ ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં બોલિવૂડના કેટલાક અભિનેતાઓમાં પણ ખુશી જોવા મળી રહી છે જેમાં અક્ષય કુમારે જણાવ્યું કે સત્યની હંમેશા જીત થાય અને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આવકાર કરું છુ. કંગના રાણાવતે પણ કહ્યું કે સત્યની જીત થઈ છે. શેખર સુમનએ કહ્યું કે સુશાંત કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો તે પુરા દેશની ભાવનાની જીત, સચ્ચાઈ અને પ્રજાતંત્રની જીત છે.

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં કેસમાં બિહારના ડિજીપી ગુપ્તેશ્વરએ કહ્યું કે તેઓ સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી ખુશ છે. મુંબઈ પોલીસે શું કર્યું તે સૌ લોકોએ જોયુ, આ ન્યાયની જીત છે. ડિજીપી ગુપ્તેશ્વરએ કહ્યું કે હું ન્યાયમુર્તીને પ્રણામ કરું છુ, લોકતંત્રમાં લોકોનો વિશ્વાસ મજબૂત થયો અને સુપ્રીમ કોર્ટમાં માટે આસ્થા વધી. મુંબઈમાં સુશાંતસિંહ રાજપૂતના કેસની તપાસ સમયે તેમના અધિકારીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા તે વાત પણ તેમણે કહી છે.

Exit mobile version