પાંચ વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં ભાજપને માત્ર બે લોકસભા બેઠકો મુશ્કેલીથી મળી હતી. પરંતુ ગત કેટલાક વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના સતત રોડ શૉ અને રેલીઓએ ભાજપનો જાદૂ પાથવાનું કામ કર્યું છે.
ચૂંટણી પરિણામોના સાંજે ચાર વાગ્યા સુધીના વલણો દર્શાવી રહ્યા છે કે પ. બંગાળની 42 બેઠકોમાંથી 20 પર ભાજપનો કબજો થવા જઈ રહ્યા છો, જ્યારે રાજ્યમાં સત્તાધારી ટીએમસીને 21 બેઠકો મળતી દેખાઈ રહી છે.
ભાજપે આ લોકસભા ચૂંટણીમાં બંગાળની 42માંથી 23 બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એવું લાગી રહ્યું છે કે તે ખાસી મજબૂતાઈથી પોતાના ગોલ તરફ આગળ વધી રહ્યું છે.
2014માં ભાજપ સાચા અર્થમાં બંગાળમાં કોઈપણ ઠેકાણે ન હતી. દાર્જિલિંગને બાદ કરતા ભાજપના બાબુલ સુપ્રિયો આસનસોલ બેઠક પરથી જીત્યા હતા. દાર્જિલિંગથી ભાજપના ઉપાધ્યક્ષ એસ. એસ. અહલુવાલિયા જીત્યા જરૂરથી હતા. પરંતુ તેમને ગોરખા જનમુક્તિ મોરચાનો સાથ મળ્યો હતો. તો ડાબેરીઓએ પણ ગત ચૂંટણીમાં પ. બંગાળમાં માત્ર બે બેઠકો પ્રાપ્ત કરી હતી. આના પહેલા 2009માં લેફ્ટને 13 બેઠકો પર જીત મળી હતી.
જો કે કમ્યુનિસ્ટોના ગઢ બની ચુકેલા પ. બંગાળમાં ફરીથી રાષ્ટ્રવાદ મજબૂત થવા લાગ્યો અને રાજ્યમાં ભગવો રંગ પણ ચઢવા લાગ્યો. તેના માટે જવાબદાર ટીએમસીની રાજ્યની સરકાર છે. એપ્રિલ-2017 બાદ પ. બંગાળનું ભગવા બનવાનું શરૂ થયુ હતું. જ્યારે કોલકત્તામાં રામનવમી પર ધનુષ્યબાણ સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેમાં કેટલાક લોકોએ તલવારો પણ લીધી હતી. તેના પર કોલકત્તામાં હાહાકાર મચી ગયો હતો. સોશયલ મીડિયા પર ડાબેરી બુદ્ધિજીવીઓએ હેરાની વ્યક્ત કરી હતી.
ત્યારે પહેલીવાર રાજ્યમાં સત્તાધારી પાર્ટી ટીએમસી અને સીપીએમએ રાજ્યના ભગવાકરણની કોશિશો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેના પછી ભાજપે ઘણાં ઉત્સવોનું આયોજન કર્યું, તેમાં દુર્ગા પૂજા, ક્રિસમસ અને ઈદ પણ સામેલ હતા. ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ છે કે તેમનું લક્ષ્ય રાજ્યમાં હિંદુ વોટોને સાથે લાવવાનું હતું.
દિલીપ ઘોષે કહ્યુ છે કે રામ હાલના સમયમાં હિંદુત્વનું પ્રતીક બની ગયા છે. બંગાળના લોકો આ વેતને લઈને ડરેલા છે કે ક્યાંક તેમનું રાજ્ય બાંગ્લાદેશ તો નહીં બની જાય ને. રાજ્યમાં કાલિયાચોક, બશીરહાટ, આસનસોલમાં હુલ્લડો થઈ ચુક્યા હતા. કહેવામાં આવે છે કે પશ્ચિમ બંગાળમાં હિંદુ સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો.
રાજ્યમાં જે પણ ચૂંટણી અભિયાન ચાલ્યા, તે ઘણાં હિંસક રહ્યા હતા. સ્થિતિ ત્યારે વધુ તણાવપૂર્ણ થઈ કે જ્યારે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને ભાજપને રથયાત્રાની મંજૂરી આપી નહીં.
બીજી તરફ અમિત શાહે રોડ શો અને જય શ્રીરામના સૂત્રો દ્વારા પ. બંગાળમાં હિંદુત્વની લહેર પેદા કરવાનું કામ કર્યું. તેમમે એ જણાવ્યું અને વ્યક્ત કરવાની કોશિશ કરી કે કેવી રીતે રાજ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને ભાજપ જ તેમને આમાથી ઉગારી શકે છે. જ્યારે મમતા બેનર્જી સરસ્વતી પૂજા અને દુર્ગાપૂજામાં વ્યવધાનો ઉભા કરીને તાજિયા અને મુસ્લિમોને પ્રાધાન્યતા આપીને સેક્યુલર રાજ્યની વાત કરતા રહ્યા હતા.
14 મેના રોજ અમિત શાહની રેલીમાં કોલકત્તામાં હિંસા ફાટી નીકળી હતી. તેમા સમાજ સુધારક ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ તોડી નાખી હતી. ત્યારે ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે આ હિંસા માત્ર જાણીજોઈને ભાજપ દ્વારા ફેલાવવામાં આવી હતી. મૂર્તિ પણ ભાજપના કાર્યકર્તાઓએ તોડી હોવાનો આરોપ લગાવ્યો હતો.
આના પછી પહેલીવાર ચૂંટણી પંચે કલમ-324 લાગુ કરીને ચૂંટણી અભિયાનને 19 મેના રોજ થનારા વોટિંગ માટેના સમયગાળાના એક દિવસ પહેલા રોકી દીધું હતું. ચૂંટણી પંચે માન્યું હતું કે પ. બંગાળની સરકારે તમામ ઉમેદવારોને ચૂંટણી અભિયાનનો મોકો ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી છે.
જો કે ટીએમસી સતત રાજ્યમાં ઈમરજન્સી જેવી પરિસ્થિતિની વાત કરતી રહી હતી. તો ભાજપ હિંદુત્વ લહેરને પોતાના પક્ષમાં લાવવામાં સફળ રહ્યું હતું. હવે લાગવા લાગ્યું છે કે જો રાજ્યમાં ડાબેરી મોરચો વિદાય લઈ ચુક્યો છે, તો ભાજપે તેના સ્થાને બીજી મજબૂત પાર્ટીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.