Site icon Revoi.in

RSS પ્રમુખ મોહન ભાગવતનું અયોધ્યા ખાતે આગમન-ભુમિ પૂજન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

Social Share

અયોધ્યા નગરીમાં આવતી કાલે ભુમિ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેમાં દેશના વડાપ્રધાન મોદીના હસ્તે ભુમિ પૂજન કરવામાં આવનાર છે તેમની સાથે અનેક મહાન હસ્તીઓની ઉપસ્થિતિ જોવા મળશે.હાલ રામ નગરી અયોધ્યામાં રામનામના નારાઓ લાગી રહ્યો છે,સમગ્ર અયોધ્યા ભક્તિમય માહોલમાં પરિવર્તીત થયુ છે,તે સાથે જ સુરક્ષાને લઈને તંત્ર સજ્જ છે,ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ સવારે પીએમ મોદી 11 વાગ્યે અયોધ્યા આવી પહોંચશે તેઓ 3 કલાક જેટલો સમય સુધી અહી રોકાશ.

 

અયોધ્યામાં ભુમિ પૂજનમાં આવનારા મહેમાનોનું આગમન પણ શરુ થઈ ચૂક્યું છે,સુરક્ષાને ધ્યાનમાં લેતા આજ સાંજથી અયોધ્યા નગરીની સીમાઓ સીલ કરી દેવામાં આવશે.મોદીના આગમનને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.તો આજ રોજ આરએસએસના પ્રમુખ મોહન ભાગવત રામ નગરી અયોધ્યા ખાતે આવી પહોંચ્યા છે,તેઓ આવતી કાલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કોરોના વાયરસને કારણે અયોધ્યામાં તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે,સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સહીત માસ્ક પહેરવું સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જેવી પ્રાથમિક બાબતો પર પુરતું ધ્યાન આપવામાંમ આવશે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે,મંદિર પરિસરમાં પ્રવેશતા પહેલા આ તમામ વાતનું ખાસ ધ્યાન રખાશે.

https://twitter.com/ShriRamTeerth?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1290578301648420864%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Faajtak.intoday.in%2Fstory%2Fayodhya-ram-mandir-bhoomi-pujan-live-updates-pm-narendra-modi-preparations-uttar-pradesh-1-1216554.html

કોરોના સંક્રમણના વધતા વ્યાપને જોતા અંહી ભીડ જમા થવા દેવામાં નહી આવે તે સાથે જ 5 થી વધુ લોકોના મળવા પર વહીવટત્રએ રોક લગાવી દીધી છે,આસપાસના વિસ્તારોના લોકો કે જેઓ આ કાર્યક્રમાં કોરોનાના કારણે હાજરી નહી આપી શકે તેઓ પોતાના ઘરના મંદિરોમાં દિવા પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમના ઉત્સાહમાં વધારો કરશે.અયોધ્યા નગરી હાલ નવી નવેલી દુલ્હનની જેમ જોવા મળી રહી છે સંપુર્ણ ફુલો દ્રારા ગલીઓ રસ્તાઓ સજાવવામાં આવ્યા છે તો દરેક દેશવાસીઓ આવતી કાલના આ શુભ સમયની રાહ જોઈને બેસ્યા છે.

સાહીન-