- આરએસએએસના વિજયાદશમી કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હશે શિવ નાડર
- દેશની દિગ્ગજ આઈટી કંપની એચસીએલના સંસ્થાપક છે શિવ નાડર
- આઈટી ક્ષેત્રના દિગ્ગજ શિવ નાડરને કાર્યક્રમમાં બોલાવવાના ખાસ છે નિહિતાર્થો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે આઠમી ઓક્ટોબરે આયોજીત થનારા વિજયાદશમી કાર્યક્રમમાં આ વખતે આઈટી કંપની એચસીએલના સંસ્થાપક અને અધ્યક્ષ શિવ નાડર મુખ્ય અતિથિ હશે. આ કાર્યક્રમ સવારે સાત વાગ્યે અને 40 મિનિટે રેશીમબાગ નાગપુર ખાતે આયોજીત કરાશે. ગત વર્ષે નોબલ પુરષ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. સંઘ દર વર્ષે છ મોટા કાર્યક્રમો આયોજીત કરે છે. જેમાં વિજયાદશમીનો કાર્યક્રમ બેહદ ખાસ હોય છે. કાર્યક્રમનું મહત્વ એ બાબત પરથી જ ખબર પડે છે કે આરએસએસ આ કાર્યક્રમમાં કોઈ બહારી હસ્તીને બોલાવે છે, ઘણાં સમય પહેલાથી તેને લઈને અટકળો લાગવા લાગે છે.
સંઘ સૂત્રો પ્રમાણે, આરએસએસના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેરવારના જમાનાથી જ સંઘના આ કાર્યક્રમમાં બહારી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બોલાવવાની પરંપરા રહી છે. સંઘનું માનવું છે કે પોતાના કાર્યક્રમોમાં બહારી ગણમાન્ય વ્યક્તિઓને બોલાવવાથી વિસ્તરણનું પ્રભાવક્ષેત્ર વધે છે. બહારી વ્યક્તિને સંઘની કાર્યપદ્ધતિ સમજવામાં સરળતા થાય છે. આના માધ્યમથી સંઘને લઈને ફેલાવવામાં આવેલી તમામ ખોટી ધારણાઓને પણ દૂર કરવામાં આવે છે.
જ્યારે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સંઘના મંચ પરથી બોલે છે, તો એક મોટો સંદેશ જાય છે. આ પહેલ સંઘની સર્વસ્વીકાર્યતા વધારવામાં મદદરૂપ થાય છે. સંઘ વિચારક દિલીપ દેવધર કહે છે કે આરએસએસ આજે જે ઊંચાઈ પર પહોંચ્યું છે, તેની પાછળ આવી જ સૌને સાથ લઈને ચાલવાની પહેલ જવાબદાર છે. સંઘ બહારના લોકોને આદર આપીને સંગઠનને જાણવા અને સમજવા માટે આમંત્રિત કરે છે. જેનાથી સંઘ સાથે લોકોનું જોડાણ વધી જાય છે.
શિવ નાડરને બોલાવવી પાછળ અન્ય કારણ પણ છે. ડિજિટલ યુગમાં સંઘ જરાપણ પાછળ નથી. ઈન્ટરનેટની ઉપયોગિતા સમજતા સંઘ ગત બે દશકથી હાઈટેક થવાની રાહ પર ઝડપથી ચાલી રહ્યો છે. હવે સ્વયંસેવકોના ઓનલાઈન જોડાવાની પણ વ્યવસ્થા છે. ઓનલાઈન શાખાઓ પણ લાગે છે. સંઘના દેશભરમાં ફેલાયેલા કાર્યાલય પણ હાઈટેક થઈ રહ્ય છે. સંઘ પણ સમજે છે કે જમાનો તકનીકનો છે, તો તેની સાથે કદમતાલ કરવો જરૂરી છે. સંઘના સહયોગી સંગઠનો તરફથી સંવાદ માટે હવે ટ્વિટર, ફેસબુક, વેબસાઈટ વગેરે મંચોનો ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં દેશમં માહિતી અને તકનીકના ક્ષેત્રના દિગ્ગજ, જેમણે દેશમાં એચસીએલ જેવી કંપનીની સ્થાપના કરી છે, તેવા શિવ નાડરને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાના ખાસ અર્થો છે.
વિજયાદશમીના દિવસે યોજનારા સંઘના આ કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતનું મહત્વનું ઉદબોધન થાય છે. જેન પર દેશની નજર હોય છે. આ ઉદબોધન દ્વારા આગામી એક વર્ષ માટે સંઘ પ્રમુખ દેશની પરિસ્થિતિ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આગામી વર્ષ માટે સંઘ અને તમામ 36 સહયોગી સંગઠનોના એજન્ડાના સંકેત પણ આ ભાષણથી મળે છે.
સરકાર સાથે સંઘ પોતાની અપેક્ષાઓ પણ આ ભાષણ દ્વારા વ્યક્ત કરે છે. માટે સંઘના સ્થાપના દિવસ પર થનારા આ ભાષણ પર રાજકીય વિશ્લેષકોની નજર ટકેલી હોય છે. મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલિરામ હેડગેવારે 1925માં વિજયાદશમીના દિવસે કરી હતી. ત્યારથી આરએસએસ દ્વારા દર વર્ષે વિજયાદશમીના દિવસે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેને વિજયાદશમી ઉત્સવ કહેવામાં આવે છે. આ પ્રસંગે સંઘ દેશની અગ્રણી હસ્તીને આમંત્રિત કરે છે. 2017માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સંઘના વિજયાદશમી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. 2018માં નોબલ પુરષ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.