- આ મામલામાં રોબર્ટ વાડ્રા ઈડી તપાસનો કરી રહ્યા છે સામનો
- ઈડીએ રોબર્ટ વાડ્રાની ધરપકડ પરની રોક હટાવવા કરી માગણી
બિકાનેર લેન્ડ ડીલ મામલામાં ગુરુવારે જોધપુરની કોર્ટમાં સુનાવણી કરી છે. આ મામલામાં રોબર્ટ વાડ્રા ઈડીની તપાસનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ આર. ડી. રસ્તોગીએ કડક વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ છે કે અમે સતત આવી રહ્યા છીએ. સુનાવણી હવે આગળ વધારવામાં આવે. કોર્ટે હવે 26 સપ્ટેમ્બરે મામલાની સુનાવણી નિર્ધારીત કરી છે.
આના પહેલા 22 ઓગસ્ટે આ મામલામાં જસ્ટિસ જી. આર. મૂલચંદાનીની કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ હતી. ત્યારે ઈડી તરફથી કેસની પેરવી કરી રહેલા એડિશન સોલિસિટર જનરલ દીપક રસ્તોગીએ કહ્યુ હતુ કે તેમણે અદાલતને આ કેસની ઝડપી સુનાવણીની દરખાસ્ત કરી હતી અને કહ્યુ હતુ કે તેઓ આના માટે તૈયાર છે. 22 ઓગસ્ટે રોબર્ટ વાડ્રા અને તેમના માતા મૌરીન વાડ્રા સાથે જોડાયેલા સ્કાઈ લાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ અને મહેશ નાગરની અરજી પર સુનાવણી કરી હતી.
સુનાવણી દરમિયાન સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ અને રોબર્ટ વાડ્રા તરફથી કેસની પેરવી કરી રહેલા વકીલ કુલદીપ માથુરે આખરી દલીલ માટે કોર્ટ તરફથી વધારે સમયની માગણી કરી હતી. પંરતુ એએસજી રસ્તોગીએ આનો જોરદાર વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે આખરી દલીલ ઝડપથી થવી જોઈએ અને તે આના માટે તૈયાર છે. ઈડીએ આ મામલામાં રોબર્ટ વાડ્રાની ધરપકડ પર લગાવવામાં આવેલી વચગાળાની રોકને પણ હટાવવાની માગણી કરી છે.