Site icon hindi.revoi.in

ઈ-કોમર્સ ક્ષેત્રમાં RILનું સ્થાન મજબૂત કરવા મૂકેશ અંબાણી ખરીદી શકે છે આ કંપનીઓ

Social Share

ઈ-કોર્મસ ક્ષેત્રમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી આવનારા સમયમાં એક અગત્યનું પગલું ભરી શકે છે, અંબાણી ઓન-લાઈન ફર્નિચર વેચતી કંપની અર્બન લેન્ડર અને મિલ્ક ડિલીવરી પ્લેટફોર્મ મિલ્કબાસ્કેટને ખરીદી શકે છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી આ બાબતે રિલાયન્સ અને અર્બન લેન્ડરની વાતચીત ચાલી રહી છે, મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બાબતની વાતચીત હવે આગળના સ્ટેજ પર પહોંચી ચૂકી છે, આ સમગ્ર બાબતે સુત્રો પાસેથી મળતિ માહિતી મુજબ આ ડીલ 300 લાખ ડોલરની આસપાસ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મિલ્કબાસ્કેટમાં 50 લાખ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે, આ રોકાણ કરવાના કારણથી કંપનીની વેલ્યૂ વધી છે, હવે કંપનીની વેલ્યૂએશનના કારણે કંપનીને મોલભાવ કરવાની મહત્વની તક સાંપડી છે. હાલના સમયમાં મિલ્કબાસ્કેટ 1.30 લાખ જેટલા ઘરોમાં પોતાની સુવિધા આપી રહી છે, મિલ્કબાસ્કેટટ શાકભાજી. ડેરીની પ્રોડક્ટ, બેકરીની પ્રોડક્ટ અને અન્ય એફએમસીજી સાથે સંકળાયેલી 9 હજાર જેટલી ચીજ વસ્તુઓની હોમ ડિલીવરી કરે છે. તાજેતરમાં આ કંપની ગુરુગ્રામ, નોએડા, દ્વારકા, ગાજીયાબાદ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પોતોની સુવિધાઓ આપી રહી છે.

આ સાથે જ સમગ્ર દેશમાં કોરોના સંકટના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે મિલ્કબાસ્કેટની સરેરાશ વેલ્યૂ 2.2 થી 2.5 સુધી વધી ચૂકી છે. આ સમય દરમિયાન કંપનીને રોજના 500 થી 1 હજાર જેટલા નવા ગ્રાહકો મળ્યા છે.

આ સાથે જ રિલાયન્સ સમૂહ ઈ-ફાર્મસી સ્ટાર્ટઅપ નેટમેડ્સ અને લિંગરી રિટેનર જીવામીને ખરીદવાને લઈને પણ વાતચીત ચાલી રહી છે, તો બીજી તરફ ફ્યૂચર રિટેલમાં ભાગીદારીને લઈને પણ વાતચીત કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ ટિકટોકનું ભારતીય માર્કેટ પણ રિલાયન્સ કંપની ખરીદી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે,રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટિકટોકની પૈેરન્ટ કંપની બાઈટડાન્સની સાથે ભારતીય કારોબારમાં ભાગીદારી ખરીદવા બાબતે વિચારી રહી છે.મળતી માહિતી પ્રમાણે ટિકટોકના સીવીઓ કેવિડ મેયર એ રિલાયન્સના મુખ્ય અધિકારીઓ સાથએ આ બાબતે વાતચીત કરી છે.

આમ રિલાયન્સ કંપની અનેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવાની હોડમાં છે. આમ તો સમગ્ર દેશમા રિલાયન્સનું નામ મોખરે છે પરંતુ હવે રિલાયન્સ કંપની ઓનલાઈન વેચાણ કાર્યમાં પણ રસ દાખવવા જઈ રહી છે.

_Sahin

Exit mobile version