Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, રિઝનલ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ટ્રેનનો પ્રથમ લુક જાહેર

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને તેની નજીકમાં આવેલા રાજ્યોના એનસીઆર વિસ્તારને રેપીડ રેલ યોજના હેઠળ જોડવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. દરમિયાન ભારતની પહેલી રિઝનલ રેપીડ ટ્રાન્જીટ સિસ્ટમ (RRTC) ટ્રેનનો પ્રથમ લુક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયા નીતિ હેઠળ વડોદરાના સાપલી પ્લાન્ટમાં RRTCની તમામ ટ્રેન સેટનું નિર્માણ કરાશે. આ ટ્રેનની ડિઝાઈન દિલ્હીના પ્રસિદ્ધ લોટસ ટેમ્પલથી પ્રેરિત છે.

રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પરિવહન નિગમના સચિવના જણાવ્યા અનુસાર RRTC માટે હાઇસ્પીડ, હાઇ ફ્રીકવન્સી કમ્પ્યુટર ટ્રેન સંપૂર્ણપણે કેન્દ્રની માલિકીની મેક ઇન ઇન્ડિયા નીતિ હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ટ્રેનમાં ઓછી ઉર્જાનો વપરાશ થશે અને તેની સાથે આરઆરટીએસ રોલિંગ સ્ટોકમાં લાઇટીંગ અને તાપમાન નિયંત્રણ માટેની એક સિસ્ટમ રહેશે. આધુનિક સુવિધાઓથી સજ્જ રોલિંગ સ્ટોક નવી યુગની ટેકનોલોજી આધારિત અને ભારતનો સમૃદ્ધ વારસો જાળવી રાખતી ટ્રેન બની રહેશે. આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પ્રમાણે ચાલશે અને તે ભારતની પ્રથમ ટ્રેન હશે. એડિએટીંગ સ્ટેનલેસ સ્ટીલની બાહ્ય બોડી સાથે એરો ડાયનેમિક મોડલ સંપૂર્ણપણ વાતાનુકૂલિત રહેશે. આરઆરટીએસ ટ્રેનમાં યોગ્ય લેગરૂમ વાળી બેઠક વ્યવસ્થા રહેશે. ઓવરહેડ લગેજ રેક, મોબાઇલ કે લેપટોપ ચાર્જીંગ સોકેટ્સ અને પ્રવાસીઓ વચ્ચે વાઇફાઇ રહેશે.