Site icon Revoi.in

વડોદરા: SSG હોસ્પિટલમાં બે રોબોટ કરે છે દર્દીઓની આ રીતે સંભાળ

Social Share

રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ હવે રોબોટથી સજ્જ થઇ છે. હોસ્પિટલમાં હાઇ ટેક્નોલોજીથી સજ્જ બે રોબોટ લાવવામાં આવ્યા છે. આ બે રોબોટ કોરોના વાયરસનું સ્ક્રીનિંગ તેમજ આઇસોલેશન વોર્ડમાં દવા લઇ જવાનું કામ કરશે. તે ઉપરાંત ઓપીડીમાં આવતા દર્દીઓનું પણ થર્મલ સ્ક્રીનિંગ પણ કરશે.

આ અંગે માહિતી આપતા એસ.એસ.જી હૉસ્પિટલના સુપ્રિટેન્ડટ રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, “સી.એસ.આર. હેઠળ મળેલા આ રોબોટની સેવા આઇ.સી.યુ અને આઇસોલેશન વોર્ડમાં લેવામાં આવશે. ખાસ કરીને આ રોબોટ દર્દીઓને દવા, ભોજન વગેરે સેવામાં મદદરૂપ બનશે.

કોવીડના દર્દીઓની સારવાર દરમિયાન રોબોટ વચ્ચે આવતા ટેબલ-ખુરશીને ઓળખીને જાતે માર્ગ કરી શકે છે. તે ઉપરાંત રોબોટ આઇસોલેશન વોર્ડના મોટા ભાગના વિસ્તારમાં સેવા આપવા માટે સક્ષમ છે.

તે ઉપરાંત એક એક થર્મલ સ્ક્રીનિંગ મશીન પણ છે. આ મશીન લોકોએ માસ્ક પહેરેલું છે કે નહીં અને તાપમાન ચેક કરે છે. જો કોઇએ માસ્ક પહેરેલું ના હોય અથવા કોઇનું તાપમાન નિયત તાપમાન કરતા વધારે હોયો તો તેમના પ્રવેશ અંગે રેડ સિગ્નલ દર્શાવે છે.

સયાજી હોસ્પિટલમાં બીમારી માટે આવતા દર્દીઓ, તેમના પરિવારજનો, કોવિડ-19નો ટેસ્ટ કરાવવા આવતા દર્દીઓ ઉપરાંત આઇસોલેશન વોર્ડમાં રહેલા કોરોના દર્દીઓનું કામ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવતું હતું. પરિણામે હોસ્પિટલનો સ્ટાફ કોરોના સંક્રમિત થાય તેવો ડર રહેતો હતો. જેથી એક ખાનગી કંપની દ્વારા સયાજી હોસ્પિટલમાં સી.એસ.આર. ફંડ હેઠળ રોબોટ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, આ રોબોટ ઓ.પી.ડી.માં આવતા દર્દીઓ, દર્દીઓની સાથે આવતા પરિવારજનોનું થર્મલ સ્ક્રિનીંગ કરશે. ઉપરાંત આ રોબોટ કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓને દવા અને જમવા આપવા સહિતનું કામ કરશે.

(સંકેત)