Site icon hindi.revoi.in

સુરતની 11 વર્ષની સિદ્ધિની અનોખી સિદ્ધિ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

Social Share

અમદાવાદઃ સુરતની 11 વર્ષની સિદ્ધિ પટેલે પ્લાસ્ટીકના ગ્લાસનો પિરામિડ બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. 11 વર્ષની નાની ઉંમરમાં સિદ્ધિએ 210 પ્લાસ્ટીક ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ટોલેસ્ટ પિરામિડ બનાવ્યો હતો. આમ અભ્યાસની સાથે સાથે બાકીના બચેલા સમયનો કંઈ રીતે ક્રિએટિવલી સદુપયોગ કરવો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સિદ્ધિએ પૂરું પાડ્યું છે.

સુરતમાં રહેલી 11 વર્ષની સિદ્ધિ પટેલ ધો-6માં અભ્યાલ કરે છે. સિદ્ધિ પ્લાસ્ટીક ગ્લાસનો પિરામિડ બનાવવા માટે છ મહિનાથી મહેનત કરતી હતી. ફોકસ, એકાગ્રતા અને બ્રિધિંગ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિદ્ધિએ પ્લાસ્ટિક ગ્લાસના કુલ 23 ફ્લોર બનાવી એક નવો રેકોર્ડ રચ્યો છે.

પડકારો છત્તાં સિદ્વિ હાંસલ કરી

15 ફ્લોર પછી તો એવું થતું કે થોડી હવાને કારણે, શ્વાસોચ્છવાસની ગતિને કારણે, બાજુમાંથી કોઈ પસાર થાય તેના કારણે, પ્લાસ્ટિકના ગ્લાસ નું બેલેન્સ ખોરવાતા પિરામિડ બનતા બનતા રહી જશે. જોકે, તેની માઈક્રો ઓબ્ઝર્વેશન સ્કીલના કારણે તેની ક્લેરિટી પણ વધતી ગઈ. તેણે બ્રિધિંગ ટેકનિક પર અભ્યાસ કરીને આ પોતાના ધ્યેય-સપનાને સાકાર કર્યું છે.

નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં ગુજરાત સરકાર તરફથી ‘ કોવિડ 19ની 2 મિનિટ ઇનોવેટિવ વીડીયો કોમ્પીટીશન ‘ માં બે વિષય જેમાં તે ‘stay home stay safe’ અને ‘how to boost immunity ‘ માં પણ સિદ્ધિએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો હતો.

Exit mobile version