Site icon Revoi.in

અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે

Social Share

અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે. આ માટે રેલવે જમીન વિકાસ સત્તામંડળએ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન:વિકાસના ઉદ્દેશ્યથી કન્સલ્ટન્સી સેવાઓ માટે ઓનલાઇન બિડ મંગાવ્યા છે. બિડ પ્રાપ્ત કરવા માટે સ્ટેશનના પુન:વિકાસના માટે વ્યવસાયિક અભ્યાસ, વિગતવાર માસ્ટર પ્લાનિંગ, અર્બન ડિઝાઇનિંગ અને એન્જિનિયરિંગ તથા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.

પુન:વિકાસનો ઉદ્દેશ સ્ટેશનના ઐતિહાસિક મહત્વને અસર કર્યા વગર સમયની માગ અનુસાર સ્ટેશન પર અત્યાધુનિક યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. નવા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન માટે અલગ સુવિધા હશે. સાથે સાથે, તે મલ્ટિ-મોડલ પરિવહન સંકલન સાથે માર્ગ કનેક્ટિવિટી, સલામતી અને દેખરેખની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓથી પણ સજ્જ હશે.

RLDA  હાલમાં તબક્કાવાર 62 સ્ટેશનો પર કાર્યરત છે, જ્યારે તેની પેટા કંપની IRSDCA પુન:વિકાસ માટે અન્ય 61 સ્ટેશનોની પસંદગી કરી છે. પ્રથમ તબક્કામાં આરએલડીએએ નવી દિલ્હી, તિરુપતિ, દેહરાદૂન, નેલ્લોર અને પુડુચેરી જેવા મુખ્ય સ્ટેશનોને રિડેવલપમેન્ટ માટે પ્રાથમિકતા આપી છે.

નોંધનીય છે કે, અમદાવાદ ગુજરાતની અગાઉની રાજધાની છે. તે ઉપરાંત તે રાજ્યનું આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીંયા બીજું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે અને ભારતમાં કપાસનું દ્વિતીય મોટું ઉત્પાદક ક્ષેત્ર છે. તેને ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી પણ જાહેર કરાયું છે.

(સંકેત)