Site icon Revoi.in

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂ.5300 કરોડની ભાડભૂત યોજનાનો કરાવ્યો શુભારંભ

Social Share

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ સાશનના પાંચમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂપિયા 5300 કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો વીડિયો કોન્ફરન્સિંગથી શુભારંભ કરાવ્યો હતો.

આ અવસરે વિજય રૂપાણીએ ગુજરાતના ઉત્તમથી સર્વોત્તમ બનાવવા સાથે જળ આત્મનિર્ભર તેમજ વોટર સરપ્લસ સ્ટેટ માટે આધુનિક તકનીક સાથે આ યોજના આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વોટર પ્રોજેક્ટ નક્શામાં સ્થાન અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નર્મદાના કિનારે વસેલા ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોંચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા તથા સિંચાઇ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બની રહેશે તેવું પણ સીએમ રૂપાણીએ ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે 21 હજાર એમ.સી.એફ.ટી પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે 6 લેન બ્રિજ બનતા 18 કી.મી અંતર ઘટશે એટલું જ નહિ ફીશિંગ ની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે તેમ પણ ભરૂચ જિલ્લાને આ યોજનાના શુભારંભ પ્રસંગે અભિનંદન આપતા ઉમેર્યું હતું.

મહત્વનું છે કે, આ પ્રોજેક્ટ્થી આશરે 10.54 લાખ હેક્ટર સૌરાષ્ટ્ર વિસ્તારને સિંચાઇ, પીવાના તેમજ ઔદ્યગિક પાણી, ભાવનગરથી દક્ષિણ ગુજરાત વચ્ચેના અંતરમાં 136 કિમીનો ઘટાડો, પવન/ સૌર ઊર્જા, જમીનનું નવસાધ્યકરણ, પ્રવાસન જેવા ઘણા લાભો થશે.

(સંકેત)