Site icon hindi.revoi.in

‘ગુજ્જુ ગર્લ’ નિલાંશી પટેલે ફરી ગુજરાતને ગૌરવાંતિત કર્યું, સતત ત્રીજા વર્ષે લાંબા વાળનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

Social Share

પાલનપુર: મોડાસામાં રહેતી નિલાંશી પટેલે ફરી એક વખત ગુજરાતને ગૌરવાંતિત કર્યું છે. નિલાંશી પટેલે સતત ત્રીજા વર્ષે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરને રેકોર્ડ ગિનીસ બુકમાં નોંધાવ્યો છે. ગાંધીનગરની IITમાં કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી નિલાંશી હાલ ખૂબ જ લાઇમલાઇટમાં છે. તેમના આ રેકોર્ડ બાદ એક ઉત્પાદક તેના નામ પરથી નિલાંશી હેર ઓઇલ અને નિલાંશી શેમ્પૂ બનાવીને માર્કેટમાં વેચવા ઇચ્છે છે.

આપને જણાવી દઇએ કે વર્ષ, 2018માં 170.5 સેમી લાંબા વાળની સાથે નિલાંશીએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. બીજા વર્ષે 190 સેમી લાંબા વાળ સાથે તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. હવે તેણે 200 સેમી લાંબા વાળ સાથે ફરીથી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

લાંબા વાળના રહસ્ય વિશે પૂછતા નિલાંશીએ જણાવ્યું હતું કે લાંબા વાળા મારા જિન્સમાં છે. તેના માતા-પિતાના વાળનો ગ્રોથ પણ ઝડપથી વધતો હોવાનું તેનું કહેવું છે. તેઓ તેમના વાળ કાપી નાખે છે જ્યારે હું કપાવતી નથી. તે અને તેની માતા આયુર્વેદિક હેર ઓઇલ અને શેમ્પુ વાપરે છે.

તેની આ સિદ્વિ વિશે તેના પિતા બ્રિજેશ પટેલે કહ્યું હતું કે, સામાન્યપણે, વાળનો રેકોર્ડ ધરાવતા લોકો બદલાતા હોય છે કારણ કે આ સેગમેન્ટમાં ઉગ્ર પ્રતિસ્પર્ધા છે. પરંતુ અમે સપનું જોયું હતું કે તે એક દિવસ સૌથી લાંબા વાળ ધરાવતી છોકરી હોવાનો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરશે. તેણે આ રેકોર્ડ બનાવવા ઉપરાંત સતત ત્રણ વર્ષ સુધી આ રેકોર્ડને જાળવી પણ રાખ્યો.

(સંકેત)

Exit mobile version