Site icon hindi.revoi.in

દેશના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું રાજકોટમાં લોકાર્પણ, અનેક સુવિધાઓથી છે સજ્જ

Social Share

દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી તેનું લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું હતું. ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરના ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેને સ્વસ્થ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

કોરોના સંક્રમણથી બચવા તેમજ તેને મ્હાત આપવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી હોવી અનિવાર્ય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદિક ઉકાળો, આયુર્વેદિક દવાઓ મહત્વની ભૂમિકા ભજવે છે. તે ઉપરાંત યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અસરકારક છે. આ વચ્ચે આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરવામાં અગત્યની ભૂમિકા ભજવશે.

સામાન્ય દર્દી અહીંયા પહેલા ચેકઅપ માટે આવશે અને જો કોરોના પોઝિટિવ હશે તો તેને દાખલ કરવામાં આવશે. એક રૂમમાં બે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. રૂમની અંદર જ દર્દીને સવારનો નાસ્તો, બપોર અને સાંજનું ભોજન પહોંચી જશે. દિવસ દરમિયાનની દરેક આયુર્વેદિક દવાઓ અને ઉકાળો આપવામાં આવશે.

તે ઉપરાંત અહીંયા દર્દીઓને યોગના શિક્ષક દ્વારા યોગ પણ કરાવાશે. તે ઉપરાંત મેન્ટલ કાઉન્સિલિંગ, પ્રાણાયામ કરાવવામાં આવશે. તે ઉપરાંત આયુર્વેદના નિષ્ણાંત ડોક્ટર દર્દીઓને ટીપ્સ પણ આપશે. કેવી રીતે સ્વસ્થ જીવન શૈલી અપનાવવી તે અંગે પણ ડોક્ટર દ્વારા દર્દીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.

(સંકેત)

 

 

Exit mobile version