Site icon hindi.revoi.in

હાર્દિક પટેલને ઝટકો, સેશન્સ કોર્ટે અરજી ફગાવી, રાજ્યની બહાર નહીં જઇ શકે

Social Share

હાર્દિક પટેલને વધુ એક ઝટકો લાગ્યો છે. હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. હાર્દિકે ત્રણ મહિના સુધી ગુજરાત બહાર જવાની માંગ સાથે અરજી કરી હતી. આપને જણાવી દઇએ કે રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે હાર્દિકને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. ત્યારે હાર્દિકે ફરીવાર અરજી કરતા સેશન્સ કોર્ટે અરજી ફગાવી છે. કોર્ટે અરજી ફગાવતા અવલોકન કર્યું હતું કે રાજદ્રોહ કેસના આરોપીને રાજ્યની બહાર જવાની પરવાનગી યોગ્ય નથી.

અગાઉ હાર્દિકે 90 દિવસ માટે રાજ્ય બહાર જવા અરજી કરી હતી. જેના વિરોધમાં સરકારે દલીલ કરી છે કે હાર્દિક સામે ગંભીર ગુનો છે. માત્ર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હોવાથી તેમને રાજ્ય બહાર જવા દેવા મંજૂરી આપવી યોગ્ય નથી. સાથે જ હાર્દિક પટેલને રાજ્યની બહાર નહીં જવાની શરતે કોર્ટે જામીન મુક્ત કર્યો હતો.

આ પહેલા રાજદ્રોહના કેસમાં તેની સતત ગેરહાજરી બદલ કોર્ટના વૉરંટ પર ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટે જામીન પર મુક્ત કર્યા બાદ કોર્ટ તરફથી હાર્દિક પટેલના રાજદ્રોહના કેસમાં શરત લાગુ કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ સાથીઓ રાજદ્રોહના આરોપોનો સામનો કરી રહ્યા છે.

મહત્વનું છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા હાર્દિકને રાજ્યમાં કાર્યકારી પ્રમુખના પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા હતા તે દિવસે હાર્દિક પટેલે પૂર્વ મંજૂરીની શરતમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી.

(સંકેત)

Exit mobile version