Site icon hindi.revoi.in

બેદરકારી: માસ્ક ના પહેરવા બદલ ગુજરાતીઓએ દંડ પેટે 3.9 કરોડ ભર્યા

Social Share

અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા અને તેનો ફેલાવો અટકાવવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય અને ફરજીયાત હોવા છત્તાં ગુજરાતના લોકો માસ્ક ના પહેરીને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને બેદરકારીભર્યું વલણ દાખવી રહ્યા છે. તેને કારણે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં ભરાઇ રહ્યા છે. આવામાં 15 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન ગુજરાતીઓએ 3.9 કરોડ રૂપિયાનો દંડ માસ્ક ના પહેરવા બદલ ચૂકવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 33 જીલ્લામાં કુલ 39,000 લોકોને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટમાં 7000 જેટલા લોકોને જાહેરમાં માસ્ક ના પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરી પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દિવાળીના તહેવારો પછી માસ્ક વગર ફરતા લોકોને સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન દંડ ફટકારવામાં આવ્યો હતો.

સુરતમાં વાત કરીએ તે સુરતમાં માસ્ક વગર ફરતા 2,573 લોકોને 25 લાખથી વધુ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરમાં 2,341 લોકોને 23 લાખથી વધુનો દંડ થયો છે. અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે ત્યારે અહીંયા 2,089 લોકોને જાહેરમાં માસ્ક ના પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

DGP આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે, આ સાથે માસ્ક લોકો ફરજિયાત પહેરે તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસને એ પણ સૂચના આપવામાં આવી છે કે નાકથી માસ્ક નીચે ઉતરી ગયું હોય, ગળા પર હોય કે મોઢું દેખાતું હોય તેવી સ્થિતિમાં વ્યક્તિ સામે પગલા ભરવામાં આવે. લોકોએ સમજવું જોઈએ કે માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાથી જ કોરોના વાયરસને હરાવી શકાય છે. ઘણાં પોઈન્ટ પર માસ્ક વગર ફરતા લોકોને પકડીને કાર્યવાહી કરવામાં આવે છે.

(સંકેત)

Exit mobile version