- વિધાનસભા પેટા ચૂંટણીના વાગી રહ્યા છે પડઘમ
- ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પ્રચાર અર્થે લીંબડીની લેશે આજે મુલાકાત
- તેઓ જીલ્લા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે કરશે બેઠક
સુરેન્દ્રનગર: વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયા છે. હવે લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે લીંબડીની મુલાકાતે છે. તેઓ જીલ્લા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક કરશે. ત્યારબાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ સંકલન સમિતિના સભ્યો સાથે પણ બેઠક કરશે.
તે ઉપરાંત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીતાડવા માટે પણ આહવાન કરશે. આ દરમિયાન સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, શંકરભાઇ વેગડ, જીલ્લા ભાજપ પ્રુખ દિલીપભાઇ પટેલ અને જીલ્લા ભાજપના હોદ્દદારો તેમજ આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
સી.આર.પાટીલ મોરબી અને લીંબડીમાં પક્ષના કાર્યકરોને સંમેલનને સબોંધશે. સુરેન્દ્રનગરની લીંબડી બેઠક તો બપોરે મોરબી અને માળિયા-મિયાણાના ભાજપ કાર્યકર્તા સંમેલનને સંબોધશે. ભાજપના અગ્રણીઓ તથા સ્થાનિક આગેવાનો સાથે પણ બેઠક કરશે.
નોંધનીય છે કે, આગામી 3 તારીખ 8 બેઠકો પર મતદાન થશે અને 10 તારીખે પરિણામ જાહેર થશે. મતદાન પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સી.આર.પાટીલ અને 8 બેઠકોના ભાજપના ઉમેદવારો સહિત સમગ્ર ભાજપનું સંગઠન ચૂંટણી પ્રચારમાં ઉતર્યું છે.
(સંકેત)