Site icon hindi.revoi.in

ભાજપે રાજ્યમાં શહેર-જીલ્લાનાં 39 નવા પ્રમુખ જાહેર કર્યા, જાણો કોને મળ્યું સ્થાન

Social Share

ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના 39 નવા જીલ્લા અને શહેર પ્રમુખનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલની આ પ્રથમ મોટી નિમણૂક છે. ખાસ કરીને અમદાવાદ જીલ્લો, સુરત શહેર જીલ્લો, વડોદરા શહેર જીલ્લો, ભાવનગર શહેર જીલ્લો, રાજકોટ શહેર જીલ્લો, જામનગર અને જૂનાગઢ વગેરે જેવા શહેરોની સાથે જીલ્લાના પ્રમુખો બદલવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા 39 નવા પ્રમુખ જાહેર કરાયા છે. આ પ્રમુખોમાં નીચેના નામ સામેલ છે.

એક વ્યક્તિ એક હોદ્દો ફોર્મ્યુલાનો કરાયો અમલ

ભાજપે નવા પ્રમુખોની નિમણૂક માટે એક વ્યક્તિ એક હોદ્દો થિયરીનો અમલ કર્યો છે. સી.આર.પાટિલે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ વર્ષે શક્ય હશે ત્યાં સુધી ધારાસભ્યોને કે સાંસદોને કે પાલિકા અને જીલ્લા તેમજ તાલુકાના પ્રમુખોને હોદ્દો આપવામાં નહીં આવે. આ પદ્વતિ મુજબ 90 ટકા નવા ચહેરા આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ભાજપે જે યાદી જાહેર કરી છે તેમાં અનેક વર્તમાન પ્રમુખોને સામેલ નથી કરવામાં આવ્યા. તેમાં સુરત શહેરના પ્રમુખ નીતિન ભજીયાવાલા, વડોદરા શહેર પ્રમુખ રંજનબેન ભટ્ટ, ખેડા જીલ્લાના પ્રમુખ દેવુસિંહ ચૌહાણ, અમદાવાદ જીલ્લાનાં પ્રમુખ આર.સી.પટેલ, બનાસકાંઠામાં કેશાજી ચૌહાણ વગેરેને સામેલ કરવામાં નથી આવ્યા.

(સંકેત)

Exit mobile version