Site icon hindi.revoi.in

લાપરવાહ ગુજરાતીઓ: માસ્ક ના પહેરીને, નિયમો તોડીને સરકારમાં ભર્યો 60 કરોડનો દંડ

Social Share

અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણ માટે ગુજરાતના લોકોની લાપરવાહી પણ જવાબદાર છે જેનું એક ઉદાહરણ ગુજરાતીઓએ ત્રણ મહિનામાં ભરેલો દંડ છે. 10 રૂપિયામાં વેચાતા માસ્ક નહીં પહેરીને ગુજરાતના નાગરિકોએ 60 કરોડનો દંડ ત્રણ મહિના દરમિયાન સરકારમાં ભરપાઇ કર્યો છે. 1 જુલાઇથી કોરનાના નિયમોનો ભંગ કરનારા નાગરિકો પાસેથી કડક દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. 1 જુલાઇથી આજે દંડ વસૂલાતના 100 દિવસ થઇ રહ્યા છે.

ગુજરાતમાં માસ્ક ન પહેરવા પ્રત્યેની બેદરકારી ઉડીન આંખે વળગી એવી છે. ગુજરાતમાં માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા માટે નાગરિકો દંડ પેટે 60 કરોડ રૂપિયા ગુજરાત સરકારની તિજોરીમાં જમા કરાવી ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં પોલીસ દરરોજ માસ્ક વગર નીકળતાં કે જાહેરમાં થૂંકતા લોકો ત્રણ મહિનામાં 18 કરોડ રૂપિયા વસૂલી ચૂકી છે. તા.1 જુલાઇથી તા.8 ઓક્ટોબર 2020ના રોજ 100 દિવસ થઇ રહ્યા છે. આ 100 દિવસમાં કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરનારા બેપરવાહ નાગરિકો પાસેથી ગુજરાત સરકારે 60 કરોડના ધરખમ દંડની વસૂલાત કરી છે.

આ અંગે ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉમેર્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ સહિતના શહેરી વિસ્તારોમાં વિશેષ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, 1 જુલાઇથી માસ્ક અને જાહેરમાં થૂંકનારા પાસેથી દંડની વસૂલાત શરૂ કરવામાં આવી છે. હાલમાં નિયમોનો ઉલ્લંઘન કરનાર લોકો પાસેથી દંડ પેટે રૂ.1000ની વસૂલાત કરવામાં આવે છે.

(સંકેત)

Exit mobile version