Site icon Revoi.in

સ્વસ્થ થયા બાદ પણ ફરી થઇ શકે છે કોરોના: AMC સર્વે

Social Share

કોવિડ-19ના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં એન્ટિબોડી જોવા નથી મળી. તે ઉપરાંત AMCએ હર્ડ ઇમ્યુનિટી પર પણ એક બીજો સર્વે કર્યો છે. આ સર્વે 10 હજાર લોકો પર કરવામાં આવ્યો હતો. સર્વેમાં પુરવાર થયું છે કે, એ માત્ર ભ્રમ છે કે, કોરોના પોઝિટિવ થયાં પછી એન્ટિ બોડીને કારણે બીજીવાર કોરોના ના થાય.

સર્વેમાં સામે આવ્યું છે કે 40 ટકા લોકોમાં એન્ટિ બોડી લુપ્ત થઇ ગઇ છે જેનો અર્થ એ છે કે કોરોના સામેની પ્રતિરોધકતાનો અભાવ છે. આનો અર્થ એ છે કે જે લોકોને એક વાર કોરોના થયો છે તેઓ ફરીથી કોરોનાથી સંક્રમિત થઇ શકે છે.

લોકોમાં હજુ પણ હર્ડ ઇમ્યુનિટી જેવું કંઇ જણાયેલ નથી તેવું સર્વેનું તારણ છે. લોકોમાં હજુ પણ સંક્રમણનો ખતરો રહેલો છે. તેથી કોરોનાની રસી ના શોધાય ત્યાં સુધી લોકો માસ્કનો ઉપયોગ કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે તે આવશ્યક છે. કોરના સંક્રમણથી બચવા માટે લોકો સતર્કતા દાખવે તે હાલમાં ખૂબ જ જરૂરી છે.

નોંધનીય છે કે, અમદાવાદનાં ઝોન દીઠ સેરો પોઝિટિવિટી અલગ અલગ 11.74 ટકાથી 33.14 ટકાની વચ્ચે રહે છે. સૌથી વધુ 33.14 ટકા, મધ્ય ઝોનમાં 31.64 ટકા, પૂર્વ ઝોનમાં 23.96 ટકા, દક્ષિણ ઝોનમાં 23.91 ટકા પશ્ચિમ ઝોનમાં 18.93 ટકા, ઉ. પશ્ચિમ ઝોનમાં 11.74 ટકા સેરો પોઝિટિવિટી નોંધાયેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ સર્વેના તારણ બાદ લોકો હવે વધુ ગંભીર બનીને માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે, હાથ વારંવાર સ્વચ્છ રાખે. વસ્તુઓના સ્પર્શથી દૂર રહે તેવા દરેક પગલાં જરૂરી છે.

(સંકેત)