Site icon Revoi.in

હવે પાણીમાંથી બનેલું નોન-એલર્જિક સેનિટાઇઝર કોરોના સામે આપશે સુરક્ષા

Social Share

રાજકોટ: કોરોનાના સંક્રમણથી બચવા માટે આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઇઝરની મહત્વની ભૂમિકા રહેલી છે. જો કે તેના વધારે પડતા ઉપયોગથી ત્વચા શુષ્ક થવા સહિતના ખતરા રહેલા છે. તેવામાં જે લોકોને આલ્કોહોલ આધારિત સેનેટાઇઝરની એલર્જી હોય તેમના માટે હવે પાણીમાંથી બનેલું સેનિટાઇઝર આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્પ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આલ્કોહોલ ફ્રી સેનિટાઇઝર તૈયાર કરાયું છે. જે પાણીમાંથી બન્યું છે. આ સેનિટાઇઝર કોરોના ઉપરાંત બીજા 9 ખતરનાક વાયરસનો પણ ખાત્મો બોલાવી શકે છે.

ફરિદાબાદ સ્થિત ટ્રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ સેનિટાઇઝરની ક્વોલિટીની પ્રમાણિત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ તેને બજારમાં પણ લોન્ચ કરવામાં આવશે. જેના માટે ભાવનગર અને બંગાળ સ્થિત એક સ્ટાર્ટ અપ સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે.

આ સેનિટાઈઝર તૈયાર કરનારી સંસ્થાના ડિરેક્ટર ડૉ. કન્નન શ્રીનિવાસનના જણાવ્યા અનુસાર, આલ્કોહોલમાંથી બનેલા સેનિટાઈઝર ક્લાસ 1 જ્વલંતશીલ લિક્વિડમાં આવે છે, અને તેનો વધુ પડતો અને અયોગ્ય ઉપયોગ સ્કીન એલર્જી, વોમિટિંગ, ઉધરસ, પેટમાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા સર્જી શકે છે. વળી, તેમાં આગ લાગવાનું પણ જોખમ રહે છે.

આ સેનિટાઈઝરને પાણી અને સિલ્વર નેનો પાર્ટિકલ્સ દ્વારા બનાવાયું છે. સિલ્વર પાર્ટિકલ્સ વાયરસ તેમજ બેક્ટેરિયા એક્ટિવ થાય તે પહેલા જ તેમનો ખાત્મો બોલાવી દે છે.

CSMCRI ભારતમાં પાણીમાંથી બનાવાયેલું આ પહેલું વોટર બેઝ્ડ સેનિટાઈઝર છે. તેને વિકસાવવામાં મહત્વનું પ્રદાન આપનારા અન્ય એક વૈજ્ઞાનિક સુમિત પ્રામાણિકના જણાવ્યા અનુસાર, આલ્કોહોલ આધારિત સેનિટાઈઝર ઈથેનોલ અને આઈસોપ્રોપાઈલમાંથી બનેલા હોય છે, અને તેમાં કલર, ઓક્સિડન્ટ, સુગંધ એડ કરવામાં આવે છે.

(સંકેત)