Site icon hindi.revoi.in

 લોકડાઉનમાં કેન્સલ થયેલી તમામ ફ્લાઈટ્સની ટિકિટોનું અપાશે રિફંડ

Social Share

સમગ્ર વિશવામાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાના કારણે કેટલાક મહિના લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું હતું તે સમયે અનેક બસ બુકિંગ, ટ્રેન બુકિંગ અને ફ્લાઈચટ બુકિંગ પણ કેન્સલ થયા હતા, જેમા રેલ્વે વિભાગએ તમામ મુસાફરોને ટિકિટનું રિફંડ પુરેપુરુ આપ્યું છે ત્યારે હવે આ દિશામાં એરલાઈન્સ પણ આગળ વધી છે

દેશમાં લોકડાઉનમાં બુક કરવામાં આવેલી તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટની ટિકિટોનું એરલાઇન્સો દ્વારા પુરેપુરુ રિફંડ આપવાનો નિર્ણય લેવાયો છે, આ બાબત નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે સુપ્રીમ કોર્ટમાં મૂકેલી દરખાસ્તમાં કહી હતી,આ સાથે જ અન્ય કેસમાં એરલાઇનો એ યાત્રીઓ પાસેથી ભેગા કરેલા પૈસાનું પંદર દિવસમાં વળતર આપી દેશે, આ અંગેની માહિતી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી એક એફિડેવિટમાં ડીજીસીએ દ્રારા જણાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે,પ્રવાસી લીગલ સેલ નામની એક સ્વૈચ્છીક સંસ્થા દ્વારા 12મી જૂનના રોજ કરાયેલી જોહર હિતની અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, ડીજીસીએ અને એરલાઇનોને સાથે ચર્ચા કરીને કોઇ સ્પષ્ટ ઉકેલ લાવવા જણઆવ્યું હતું, કોરોનાના કારણે રદ કરાયેલી ફલાઇટો માટે કોર્ટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટ તમામ ટિકિટોના પૈસાને ગ્રાહકોને કઈ રીતે આપવા તે બાબતે ખાસ યોજના બનાવી પૈસા પરત કરવાના સુચનો આપ્યો હતો.

આ મુજબ લોકડાઇન -1 અને લોકડાઉન -2 દરમિયાન જેટલા પણ યાત્રીઓ એ એરની ટિકિટો બુક કરાવી હશે તો હવે તેઓ પોતોની ટિકિટનું રિફંડ મેળવી શકશે, આ સમયગાળો 25 માર્ચથી 14 એપ્રિલ અને 25 માર્ચથી ત્રીજી મે વચ્ચેનો નક્કી કરવામાં આવ્યો છે,આ સમય દરમિયાન રદ થયેલી તમામ ટિકિટોનું ગ્રાહકોને રિફંડ આપી દેવામાં આવશે. ડીજીસીએ એ વધુમાં કહ્યું હતું કે,કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે 16 એપ્રિલ 2020 પછી કોઈપણ ફ્લાઈટની ટિકિટ બુક કરવામાં નહોતી આવી, તે છંતા જો કોઈની ભુલમાં ટિકિટ બુક થઈ ગઈ હશે તો તેવા લોકો પણ રિફંડને પાત્ર બનેછે,

સાહીન-

Exit mobile version