Site icon hindi.revoi.in

કમલનાથના ભાણિયા રતુલ પુરીના જર્મનીમાં 16 બેંક એકાઉન્ટ, ઈડીનો આરોપ

Social Share

ઈડીનું કહેવું છે કે રતુલ પુરી પાસે 60 બેંક એકાઉન્ટ

રતુલ પુરીના 16 બેંક એકાઉન્ટ જર્મનીમાં હોવાનો દાવો

રતુલ પુરી અગસ્તા વેસ્ટલેન્ડ મામલે તપાસના ઘેરામાં

રતુલ પુરીની 20મી ઓગસ્ટે થઈ છે ધરપકડ

દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં રતુલ પુરી મામલાની સોમવારે સુનાવણી થઈ છે. ઈડીએ રતુલ પુરીની વધુ ત્રણ દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે આને માનતા રિમાન્ડ આગામી ત્રણ દિવસ સુધી લંબાવી દીધા છે.

સુનાવણી દરમિયાન ઈડીએ કોર્ટને કહ્યું છે કે તપાસ દરમિયાન તેમને જાણકારી મળી છે કે રતુલ પુરીના માત્ર જર્મનીમાં 16 બેંક એકાઉન્ટ છે. ઈડીએ કહ્યુ છે કે રતુલ પુરી પાસે કુલ 60 બેંક એકાઉન્ટ છે, તેમાં 16 એકાઉન્ટ માત્ર જર્મનીમાં છે. રતુલ પુરીએ પોતાના જવાબમાં કહ્યુ છે કે જર્મનીમાં તેમનો વેપારા છે અને તેઓ સોલાર મટિરિયલ ડેવલપ કરવાનું કામ કરે છે.

રતુલ પુરી અગસ્તા વેસ્ટલેન્ડ મામલામાં તપાસના ઘેરામાં છે. રતુલ પુરી પર પોતાની કંપની દ્વારા કથિતપણે લાંચ લેવાનો આરોપ છે. આના પહેલા ઈડીએ રતુલ પુરીને 20મી ઓગસ્ટે 354 કરોડ રૂપિયાના બેંક ગોટાળાના મામલામાં એરેસ્ટ કર્યો હતો. તાજેતરમાં રાઉજ એવેન્યૂ કોર્ટે સુનાવણી કરતા રતુલ પુરીને 17 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. રતુલ પુરીની વિરુદ્ધ સીબીઆઈ અને ઈડી અલગ-અલગ મામલાની તપાસ કરી રહ્યા છે.

સીબીઆઈએ રતુલ પુરી, તેની કંપની, તેના પિતા અને પ્રબંધ નિદેશક દીપક પુરી, નિદેશકો નીતા પુરી (રતુલના માતા અને કમલનાથના બહેન), સંજય જૈન અને વિનિત શર્માની વિરુદ્ધ કથિત આપરાધિક ષડયંત્ર, છેતરપિંડી, ફ્રોડ અને ભ્રષ્ટાચારના મામલા નોંધાયેલા હતા. બેંક ગોટાળાના મામલામાં ઈડીએ રતુલ પુરીને 20 ઓગસ્ટે એરેસ્ટ કર્યો હતો.

Exit mobile version