Site icon hindi.revoi.in

કોરોના મહામારી, સુરતમાં પ્રવેશ કરતા તમામ લોકોનો કરાશે રેપીડ ટેસ્ટ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ અનલોકમાં વેપાર-ધંધા ફરીથી શરૂ થતા વતન જતા રહેલા પરપ્રાંતિયો ફરીથી રોજગારીની શોધમાં સુરત આવી રહ્યાં છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા દ્વારા શહેરના પ્રવેશ માર્ગો ઉપર રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ સુરતમાં પ્રવેશ કરતા લોકોનો કોરોના ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે તંત્ર દ્વારા કવાયત આરંભી છે. ત્યારે સુરતમાં રોજગારીની શોધમાં આવતા લોકોના રેપીડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરતમાં પ્રવેશ કરતા તમામ લોકોના ટેસ્ટ કરવાનો મનપા તંત્ર દ્વારા નિર્ણય કરીને શહેરના પ્રવેશદ્વાર એકા કામરેજના વાલક ચોકડી અને પલસાણા ભાટિયા ચાર રસ્તા ઉપર રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરાયાં છે.

આ સ્થળો પર બહારમાંથી આવતા લોકોના ટેસ્ટ કરવામાં આવે છે. તેમજ તેઓ ક્યાંથી આવે છે અને સુરતમાં ક્યાં જાય સહિતની માહિતી મેળવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે.

Exit mobile version