Site icon hindi.revoi.in

રામ મંદિરના ભૂમિપૂજન પર ‘રામ’ અને ‘સીતા’એ લોકોને અભિનંદન પાઠવ્યા

Social Share

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની શરૂઆત માટે ભૂમિપૂજન કાર્યક્રમ બુધવારે શરૂ થયો છે. આ પ્રસંગે પીએમ મોદી અયોધ્યા પહોંચી ગયા છે. પીએમ મોદીએ 12:40 કલાકે રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. હાલમાં સોશિયલ ડિસ્ટન્સની સાથે ભૂમિ પૂજનની શરૂઆત થઈ ચૂકી છે. બીજી તરફ ટીવી સીરિયલ ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવનારી અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા નિભાવનાર દિપિકા ચિખલીયાએ તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા દેશવાસીઓને રામ મંદિરના ભૂમિપૂજન માટે અભિનંદન પાઠવ્યા છે.

અરુણ ગોવિલે પોતાના ટ્વિટર પર ટ્વીટ કરતા લખ્યું કે, ‘ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે. શ્રી રામ મંદિરના શિલાન્યાસ સાથે સમગ્ર વિશ્વના ભક્તોનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. જય શ્રી રામ. આ સાથે જ દીપિકા ચીખલીયાએ તેના ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરીને લોકોને અભિનંદન પાઠવ્યા છે.

આ વીડિયોમાં દીપિકા ચીખલીયા હાથમાં પ્રજ્વલિત દીપ પકડીને બોલી રહી છે કે, જય સિયા રામ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે. ચાલો આપણે જ્યોત થી જ્યોત પ્રગટાવીએ રામ નામનો જાપ કરીને ચાલીએ… જય સિયારામ.

_Devanshi

Exit mobile version