Site icon Revoi.in

રામ મંદિર ભૂમિપૂજન અયોધ્યાથી વડાપ્રધાન મોદીએ દેશને આપી શુભેચ્છા અને કહી અનેક મહત્વની વાત

Social Share

અમદાવાદ: ભારતના ઈતિહાસમાં આજના દિવસને પણ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે, વર્ષોથી રામ મંદિરની રાહ જોતા દરેક ભારતવાસીઓનું સપનું પુર્ણ થવા જઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર ભૂમિપૂજન કરવામાં આવ્યું.

ભૂમિપૂજનની વિધિ પુર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને રામમંદિર નિર્માણ મુદ્દે શુભેચ્છાઓ પાઠવી અને દેશવાસીઓ માટે યાદગાર ક્ષણ બતાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગ્રે જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશ રામમય બન્યો છે. આજે સમગ્ર દેશ ભાવુક છે. સદીઓથી જોવાતી રાહનો આજે અંત આવ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કરોડો લોકોને એ વિશ્વાસ નહીં થતો હોય કે આજે આ પવિત્ર દિવસને જોઈ શકે છે. વર્ષોથી ટેન્ટ નીચે રહેલા આપણા રામલલા માટે ભવ્ય મંદિરનું નિર્માણ થશે.  સ્વત્રંતા આંદોલન સમયે અનેક પેઢીઓએ પોતાનું બધુ ગમાવ્યું હતું. ત્યારે દેશનો કોઈ ભાગ નહીં હોય જ્યાં આઝાદી માટે બલીદાન ન અપાયું હોય. તા. 15મી ઓગસ્ટ એ લાખો લોકોના બલીદાનનું પ્રતિક છે. તેમ આવી જ રીતે રામ મંદિર માટે અનેક સદીઓ સુધી અનેક પેઢીઓ પ્રયાસ કર્યાં છે. આજનો આ દિવસ એ સંકલ્પ અને તપનું પ્રતિક છે. રામ જન્મભૂમિ આંદોલનમાં સંઘર્ષ અને સંકલ્પ પણ હતો. આ આંદોલનમાં જોડાયેલા લોકો ભાવવિભોર છે. રામ આપણા મનમાં છે કોઈ કામ કરવુ હોય તો પ્રેરણા માટે આપણે ભગવાન શ્રી રામ સામે જ જોઈએ છીએ. ઈમારતો નષ્ટ થઈ ગઈ છે અને અસ્તિત્વ મિટાવવાના અનેક પ્રયાસો કરાયા હતા પરંતુ આજે રામ આપણા મનમાં વસેલા છે.

ભગવાન શ્રી રામ વિશે વધારે જણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે શ્રી રામ ભારતની મર્યાદા છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ પણ શ્રી રામના આ ભવ્ય મંદિર માટે ભૂમિ પૂજન થયું છે. અહીં આવતા પહેલા હનુમાન ગઢીમાં દર્શન કર્યાં હતા. શ્રી રામજીનું મંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતિક બનશે. આપણી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બનશે. આ મંદિર આગામી પેઢીને આસ્થા, શ્રદ્ધા અને સંકલ્પની પ્રેરણા આપશે.

આ મહોત્સવ છે લોકોને આસ્થા જોડવાનો, વર્તમાનને અતિત સાથે જોડવાનો, આ ઐતિહાસિક દિવસ કરોડો રામ ભક્તોનું સત્યતાનું પ્રકાર છે. કોરોનાના મહામારીને પગલે ભૂમિપૂજનનો કાર્યક્રમ અનેક મર્યાદાઓ વચ્ચે થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક આદેશ આપ્યો ત્યારે દેશવાસીઓએ શાંતિથી વ્યવહાર કર્યો હતો. આ મંદિરની સાથે માત્ર નવો ઈતિહાસ જ નથી રચાવાનો પરંતુ ઈતિહાસનું પુનરાવર્તન થવાનું છે.

દલિતો, આદિવાસીઓ તમામ લોકોએ આઝાદીની લડતમાં ગાંધીજીને સહયોગ આપ્યો તેવી જ રીતે દેશભરના લોકોના સહયોગથી રામ મંદિર નિર્માણનું પુન: કાર્ય શરૂ થયું છે. પથ્થર પર શ્રી રામ લખીને રામ સેતુ બનાવાયું તેવી જ રીતે ઘરે-ઘરે ગામ-ગામથી લવાયેલી શિલા, પવિત્ર મંદિરોની માટી અને જળ આજે અહીં એક શક્તિ બની ગઈ છે. ભારતની આસ્થા અને ભારતીયોની સામુહિકતા દુનિયા માટે શોધનો વિશષ છે. શ્રી રામજીને સૂર્ય સમાન, ક્ષમામાં પૃથ્વી સમાન, અને યશમાં ઈન્દ્ર સમાન માનવામાં આવે છે. શ્રી રામ સંપૂર્ણ છે અને એટલે જ હજારો વર્ષોથી ભારત માટે આસ્થાનું સ્તંભ બન્યાં છે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું.

ભગવાન શ્રી રામ વિશે જેટલું જાણો એટલું ઓછું છે પરંતુ તેમના જીવનમાં જેટલા પણ પ્રસંગો છે તે સમાજમાં તથા કોઈના પણ જીવનમાં મોટા બદલાવ લાવી શકે તેમ છે. આ બાબતે પીએમ મોદીએ જણાવ્યું કે ભગવાન શ્રી રામ પ્રજાથી એક સમાન પ્રેમ કરે છે. જીવવનો એક પ્રસંગ નથી જ્યાં ભગવાન શ્રી રામ પ્રેરણા ન આપતા હોય, ભારતની આસ્થામાં રામ છે. તમિલમાં કંબ રામાયણ, તૈલુગુમાં રઘુનાથ રામયણ, કાશ્મીરમાં રામાઅવતાર ચલિત, ગુરુગોવિંદસિંહજીએ ગોવિંદ રામાયણ લખી છે. આમ અલગ-અલગ રામાયણ વિવિધ સ્વરૂપમાં જોવા મળશે. પરંતુ રામ તમામ જગ્યાએ છે અને ભગવાન શ્રી રામ સૌના છે. દુનિયાના અનેક દેશો રામના નામનું વંદન કરે છે. ઈન્ડોનેશિયામાં ભારતની જેમ રામાયણ છે રામ આજે ઈન્ડોનેશિયામાં પુજાય છે. કંબોડિયા, મલેસિયા, થાઈલેન્ડ, ઈરાન અને ચીનમાં રામનો પ્રસંગ મળશે. આજે પણ દુનિયાના કેટલાક દેશોમાં તેમની ભાષામાં રામકતા પ્રચલિત છે.

દેશવાસીઓને પણ પીએમ મોદીએ ભગવાન શ્રી રામના જીવનથી શીખવાનું કહ્યું, પીએમ મોદીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે આપણા જ પરીશ્રમ અને સંકલ્પથી આત્મવિશ્વાસી અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે. તમીલ રામાયણમાં શ્રીરામ કહે છે કે હવે મોડુ નથી કરવાનું આપણે આગળ વધવાનું છે. જો કે આ બાબતે પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે આપણે એક સાથે આગળ વધીશું અને રામ મંદિર યુગો સુધી પ્રેરણા આપશે. આજના સમયમાં શ્રી રામના માર્ગ પર ચાલવું આવશ્યક છે અને આપણે પણ શ્રી રામ ભગવાનની જેમ મર્યાદાઓનું પાલન કરીશું