રાજ્યસભાની કાર્યવાહી આજે શરૂ થયાના થોડાક સમયમાં જ સ્થગિત કરવી પડી હતી. આ વખતે રાજ્યસભાની કાર્યવાહી હંગામાને કારણે નહીં, પરંતુ રાજ્યસભાના સાંસદના માઈકમાં શોર્ટ સર્કિટ થવાને કારણે સ્થગિત કરવી પડી હતી.
જણાવવામાં આવે છે કે ભાજપના નેતા અને રાજ્યસભના સાંસદ શિવપ્રતાપ શુક્લાના માઈકમાં શોર્ટ સર્કિટ થયું હતું. તેના કારણે રાજ્યસભાને 15 મિનિટ એટલે કે 11 વાગ્યે અને 24 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભાના ચેરમેને કહ્યુ હતુ કે હું કહુ છું કે આને ધ્યાન પર લઈને વ્યવસ્થાને દુરસ્ત કરો. જો કે રાજ્યસભાની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત થયા બાદ ફરીથી તેને શરૂ કરવામાં આવી હતી.સભાપતિએ કહ્યુ છે કે માઈકમાં શોર્ટ સર્કિટ કેમ થઈ, તેની તપાસ થઈ રહી છે. ગૃહમાં સાસંદ શિવપ્રતાપ શુક્લાના માઈકમાં શોર્ટ સર્કિટ થયા બાદ 15 મિનિટ માટે કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભામાં આજે અનિયમિત જમા યોજનાઓ પર પ્રતિબંધ લગાવનારું બિલ રજૂ થવાનું છે.