Site icon Revoi.in

ભારત ચીન સીમા તણાવ બાદ રાજનાથ સિંહ લદ્દાખની મુલાકાતે – એલએસી પર સુરક્ષા સ્થિતિનું કરશે નિરિક્ષણ

Social Share

રક્ષામંત્રી રાજનાથ સિંહ શુક્રવારના રોજ ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત અને સેનાના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવળે સહીત બે દિવસયી લદ્દાખની મુલાકાતે જવા માટે રવાના થયા છે,આ સમય દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીરની મુલાકાત પણ કરનાર છે, બે દિવસની મુલાકાતે જતા પહેલા રાજનાથ સિંહએ કહ્યું કે,હું સીમા પર સ્થિતિથીનું પરિક્ષણ કરવા તેમજ તે વિસ્તારમાં તૈનાત સશસ્ત્રદળના જવાનો સાથે વાતચીત કરવા માટે જઈ રહ્યો છું.

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજરોજ સવારે પેન્ગોગ લેક પાસે આવેલી લુકુન્ગ ચેક પોસ્ટની મુલાકાતે પહોંચ્યા હતા,ત્યાર બાદ તેઓ લેહ એરપોર્ટ પર વાયુસેનાના કર્મચારીઓ સાથે વાતચીત કરીને શ્રીનગર જવા માટે રવાના થયા હતા. જો કે રાજનાથ સિંહ આ પહેલા જુલાઈ મહિનાની શરુઆતમાં પણ લેહની મુલાકાતે જનાર હતા જો કે તે સમયે તેમની આ યાત્રા રદ થઈ હતી,ત્યાર બાદ અચાનક દેશના વડાપ્રધાન પોતે જ 3 જુલાઈના રોજ લેહ જીલ્લાના નીમૂ પોસ્ટની મુલાકાતે પહોંચ્યા હતા, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે 5 મે ના રોજ થયેલ અથડામણ બાદ રક્ષામંત્રીની આ પ્રથમ મુલાકાત છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમા વિવાદ સર્જાયો હતો ચીને કરેલા આક્રમક હુમલામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ પણ થયા હતા,ત્યાર બાદ ચીનની કેટલીક એપ્સ પર ભારતે પ્રતિબંધ લગાવ્યો છે,ચીનને છેલ્લા થોડા દિવસો પહેલા તેની સેનાની વાપસી પણ કરાવી હતી,ગલવાન ઘાટીના પેન્ગોગ વિસ્તારમાંથી ચીન દ્રારા તેની સેનાની પીછેહટ કરવામાં આવી હતી.બન્ને દેશના સમજોતાના આધાર પર સેનાઓને હટાવવાનું કાર્ય શરુ છે.