Site icon hindi.revoi.in

તહેવારોને લઈને રલ્વેએ આજથી 5 ખાસ ટ્રેનોનું સંચાલન શરુ કર્યુ

Social Share

કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી લોકડાઉનના કારણે અનેક સેવાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો જેમાં  ટ્રેન વ્યવહાર પણ  બંધ કરવામાં આવ્યો હતો,જો કે ત્યાર બાદ સ્થિતિ જેમ જેમ સામાન્ય થતી જોવા મળી તેમ કોરોના ગાઈડલાઈન સાથે અનેક સેવાઓ ફરીથી શરુ કરવામાં આવી રહી છે.

ભારતીય રેલ્વે એ કામદારો અને પ્રાવસીઓ માટે ખાસ ટ્રેન શરુ કરી હતી. આ સાથે જ માલગાડીઓ તેમજ ખાસ ટ્રેનોને પણ હવે પાટાપર દોડાવવામાં આવી રહી છે, હવે રેલ્વે દ્વારા અનેક પેસેન્જર ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.ત્યારે પશ્વિમ રેલ્વે એ 9 નવેમ્બર 2020 સોમવારથી  પાંચ ખાસ ટ્રેનને પાટા પર દોડાવવાનું શરુ કર્યું છે

આ ખાસ ટ્રેનમાં , સુરત-દરભંગા, સુરત-સહરસા, ઈન્દોર-ખગરિયા અને ઈન્દોર-મુજફ્ફરપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ તમામ ટ્રેન આરક્ષિત રીતે ચલાવવામાં આવી રહી છે, આ સાથે જ આ ખાસ ટ્રેનના ટિકિટ ભાડાનો દર પણ વધારે રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલ દિવાળીમા દિવસો નજીક હોવાથી યાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને રેલ્વે દ્વારા કેટલીક ખાસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.જેથી કરીને યાત્રીઓને યાત્રા કરવામાં સરળતા રહે , જો કે મુસાફરી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલવ કરવાનું પણ જણાવાયું છે.

સાહીન-

 

Exit mobile version