Site icon hindi.revoi.in

ખાનગીકરણ મામલે રેલવે મંત્રાલયની સીધી વાત, સોનિયા ગાંધીએ ખોટા તથ્યો કર્યા રજૂ

Social Share

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાયબરેલીથી લોકસભાના સાંસદ સોનિયા ગાંધીએ મંગળવારે લોકસભામાં પોતાના ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ રાયબરેલીમાં રેલવેના કારખાનાના ખાનગીકરણ પર સવાલ ઉઠાવ્યા હતા. સોનિયા ગાંધીએ સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કરીને ખાનગીકરણનો વિરોધ કર્યો હતો.

સોનિયા ગાંધીએ કહ્યું છે કે પંડિત નહેરુ કહેતા હતા કે જાહેર સેવાઓ આધુનિક ભારતના મંદિર છે. તેમમે દુખ વ્યક્ત કરતા કહ્યું હતું કે આજે ઘણાં મંદિરોને ખતરામાં જોઈને દુખ થાય છે. નફા છતાં કર્મચારીઓને સમયસર વેતન મળી શકતું નથી. કેટલાક ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવા માટે તેમને મુશ્કેલીમાં નાખવામાં આવે છે. સોનિયા ગાંધીએ અલગ રેલવે બજેટ રજૂ કરવાની પરંપરાને સમાપ્ત કરવાના મોદી સરકારના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યો છે. આ તમામ મામલે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ સરકારને લોકસભામાં ઘેરી હતી.

સોનિયા ગાંધીના આરોપો વચ્ચે રેલવે મંત્રાલયે પોતાનું સ્પષ્ટીકરણ રજૂ કર્યું છે. રેલવેએ સોનિયા ગાંધીના તમામ આરોપોને સોય ઝાટકીને રદિયો આપ્યો છે.

રેલવે મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધી તથ્યોને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. રેલવે મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે રાયબરેલીમાં આધુનિક કોચ ફેક્ટ્રીનું કામ વ્યવસાયીકરણને પ્રોત્સાહીત કરવાનું નથી.

રેલવે મંત્રાલયનું કહેવું છે કે સાત રેલવે ઉત્પાદન એકમો અને સંબંધિત કાર્યશાળાઓને નવી સરકારની માલિકીવાળા યૂનિટ ઈન્ડિયન રેલવે રોલિંગ સ્ટોક કંપનીના કામ સંભાળતા જ બંધ કરી દેવામાં આવશે. રેલવે મંત્રાલયનું કહેવું છે કે વ્યવસાયીકરણ, ખાનગીકરણ નથી. તમામ એકમો પર સરકારનું નિયંત્રણ બનેલું રહેશે.

Exit mobile version