Site icon hindi.revoi.in

પાકિસ્તાન દ્વારા સતત છોડાઈ રહેલા પાણીને કારણે પંજાબના બોર્ડર પરના ગામડાંમાં પૂર

Social Share

પાકિસ્તાનથી સતત પંજાબ બોર્ડરના જિલ્લાઓમાં પૂરનો કેર ચાલુ છે. આ પૂરનું કારણ વરસાદ કરતા વધારે પાકિસ્તાનના કુસૂર જિલ્લામાંથી છોડવામાં આવેલું પાણી છે. સતલજ, રાવી અને બિયાસનું પાણી પંજાબથી ઘણાં સ્થાનો પર પાકિસ્તાનમાં જાય છે અને પાછું ફરીને પંજાબમાં પાછું ફરે છે.

કુસૂર જિલ્લામાં રાવી નદી પર પાકિસ્તાને ડેમ બનાવ્યો છે. તેમાથી ગટ્ટા બેરેજ દ્વારા પાણી છોડવામાં આવે છે. ત્યાં પાકિસ્તાને તમામ ફ્લડગેટ ખોલી નાખ્યા છે. તો બીજી તરફ બુડ્ઢા નાળાના બંધને તોડી નાખવામાં આવ્યો છે, તેના કારણે અઢી લાખ ક્યૂસેકથી વધારે પાણી પંજાબના ફિરોઝપુર જિલ્લામાં ઘૂસી આવ્યું છે. ઘણાં સ્થાનો પર બોર્ડર પર લગાવવામાં આવેલા ફેન્સિંગ પણ વહી ગયા છે. પરંતુ બીએસએફના જવાન ત્યાં દિવસરાત મોટરબોટ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા છે.

પાકિસ્તાનથી આવી રહેલું પાણી પંજાબના ખેતરોમાં સતત નુકસાન પહોંચાડી રહ્યું છે. તો પાકિસ્તાન પૂરના પાણીનો ફાયદો ઉઠાવીને પાણીમાં ટ્રકની ટ્યૂબો અને કોલ્ડડ્રિંક્સની બોટલો દ્વારા નશા અને હથિયાર જેવી વસ્તુઓ મોકલવાની કોશિશ કરી રહ્યુ છે. પરંતુ બીએસએફના જવાન આવી તમામ કોશિશોને નિષ્ફળ કરવા માટે દિવસ-રાત પેટ્રોલિંગમાં લાગેલી છે. પાણીમાં હાલ બોટ દ્વારા પેટ્રોલિંગ થઈ રહ્યું છે.

ભારત-પાકિસ્તાનની સીમાની નજીક આવેલા ગામડામાં પૂરના કારણે પરિસ્થિતિ બેહદ ખરાબ છે. ગામડાના લોકોને કાઢવા માટે બોટ્સનો સહારો લેવામાં આવી રહ્યો છે, તો ત્યાં આ બોટ દ્વારા ગામડાઓમાં ખાણીપીણીનો સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે. પરંતુ ગામડાના લોકોને ચિંતા છે કે જ્યારે પૂરનું પાણી ઉતરી જશે, ત્યારે કેવી સ્થિતિ પેદા થશે? કારણ કે આ પૂરથી તેમનો પાક બિલકુલ તબાહ થઈ ચુક્યો છે. તો પ્રશાસન પણ સંપૂર્ણપણે મદદ તેમની પાસે પહોંચાડી શક્યું નથી.

Exit mobile version