Site icon hindi.revoi.in

‘મમતા બેનર્જીની દાદાગીરીના પ્રતાપે મેડિકલ ઈમરજન્સી’, પ.બંગાળમાં 600થી વધુ ડોક્ટરોના રાજીનામા, દીદીએ રાજ્યપાલનો ફોન પણ ઉપાડ્યો નહીં

Social Share

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ગત ચાર દિવસથી ચાલી રહેલી તબીબોની હડતાળ અને ધરણા-પ્રદર્શન આજે પાંચમા દિવસે પણ ચાલુ છે અને હવે રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને ડોક્ટરોની વચ્ચેની તકરાર વધી ગઈ છે.

બે તબીબોની બેરહેમીથી કરવામાં આવેલી પિટાઈથી નારાજ થયેલા ડોક્ટરોએ હડતાળ શરૂ કરી છે અને તેમણે દીદીની મીટિંગની પેશકશ પણ ફગાવી દીધી છે. તેની સાથે તબીબો એ વાત પર અડી ગયા છે કે જ્યાં સુધી મમતા બેનર્જી બિનશરતી માફી નહીં માંગે અને દોષિતો પર એક્શનનો ભરોસો નહીં આપે ત્યાં સુધી તેઓ હડતાળને ચાલુ રાખશે. જો કે આના સંદર્ભે આખા મામલા પર મમતા બેનર્જીનું વલણ હેરાન કરનારું છે.

ડોક્ટરોના ગુસ્સાથી સ્થિતિ એ છે કે તેમણે મમતા બેનર્જીની વાતચીતની પેશખશ પણ ફાગાવી દીધી છે. મમતા બેનર્જીએ એનઆરએસ હોસ્પિટલના જૂનિયર તબીબોને મળવા માટે બોલાવ્યા હતા. પરંતુ તેમણે મીટિંગ કરવાનો ઈન્કાર કર્યો છે. તબીબો પ્રમાણે, હડતાળ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી મમતા બેનર્જી બિનશરતી માફી માગશે નહીં. તેમણે હડતાળ સમાપ્ત કરવા માટે સરકારની સામે છ શરતો પણ રજૂ કરવામાં આવી છે.

હવે બંગાળમાં મમતા બેનર્જી વિરુદ્ધનો આક્રોશ વધી રહ્યો છે. ગત આઠ વર્ષોમાં પહેલીવાર મમતા બેનર્જીના પુતળા પણ સળગાવામાં આવ્યા છે. સડકો પર માર્ચ કાઢવામાં આવી રહી છે. ડોક્ટરોની સાથે બંગાળનો એક મોટો વર્ગ પણ જોડાયો છે. આટલું બધું થઈ રહ્યું હોવા છતાં પણ મમતા બેનર્જીની અકડુંગીરીમાં કોઈ ફેરફાર થયો નથી.

પ.બંગાળની વણસી રહેલી સ્થિતિ પર વાતચીત માટે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ખુદ મમતા બેનર્જીને ફોન કર્યો હતો. પરંતુ મમતા બેનર્જીએ ફોન ઉઠાવ્યો નહીં અને ન તો કોઈ જવાબ આપ્યો છે. રાજ્યપાલ ઓફિસથી મુખ્યપ્રધાન કાર્યાલય સુધી સંદેશ પહોંચાડવામાં આવ્યો છે કે રાજ્યાપલ મળવા માંગે છે. પરંતુ હજીપણ મમતા બેનર્જી તરફથી કોઈ પ્રતિસાદ સાંપડયો નથી.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને પણ ઘણીવાર ફોન કરીને મમતા બેનર્જી સાથે વાતચીત કરવાની કોશિશ કરી છે. પરંતુ મમતા બેનર્જીએ વાત કરી નથી. તેના પછી કેન્દ્ર સરકારે મમતા બેનર્જીને પત્ર લખીને અપીલ કરવી પડી છે કે તેઓ ખુદ પહેલ કરીને હડતાળને સમાપ્ત કરવાની કોશિશ કરે.

આ તમામ બાબતો વચ્ચે કોલકત્તા હાઈકોર્ટે પણ મમતા બેનર્જીની સરકારને ઠપકો આપ્યો છે. કોર્ટે સરકારને સવાલ કર્યો છે કે ડોક્ટરો સાથે ગતિરોધની સમાપ્તિ માટે તેમણે ક્યાં પગલા ઉઠાવ્યા છે. ડોક્ટરોની સુરક્ષા માટે અત્યાર સુધી મમતા સરકારે શું કર્યું છે. તેનો જવાબ સાત દિવસોમાં સરકારે આપવાનો છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ મમતા બેનર્જી અલગ જ રાગ આલાપી રહ્યા છે.

જે સમયે તેમની પહેલી અને છેલ્લી પ્રાથમિકતા બંગાળમાં પરિસ્થિતિ સંભાળવાની હોવી જોઈતી હતી, તે સમયે તેઓ કહી રહ્યા છે કે બંગાળમાં રહેવું હોય, તો બાંગ્લા બોલવું જરૂરી છે. હેરાનીની વાત એ છે કે બંગાળમાં અત્યાર સુધીમાં 600થી વધારે ડોક્ટરો રાજીનામા આપી ચુક્યા છે. મોટા શહેરોમાં સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર છે. દેખાવો કરી રહ્યા છે, પરંતુ મમતા બેનર્જી ખરાબ સ્થિતિ સંભાળવામાં છેલ્લા અહેવાલ સુધી નિષ્ફળ રહ્યા છે અને આગળ પણ આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો હાલત વધુ વણસે તેવી શક્યતા છે.

Exit mobile version