Site icon hindi.revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળી પર વારાણસી-પ્રયાગરાજ સિક્સ લેન પ્રોજેક્ટની આપશે ભેટ

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળી પર વારાણસી-પ્રયાગરાજ સિક્સ લેન પ્રોજેક્ટની ભેટ આપશે. 30 નવેમ્બરના રોજ પીએમ મોદી વારાણસી પહોંચશે અને મિર્ઝામુરાદ વિસ્તારમાં ખજુરી પોલીસ ચોકી સામે પાંચ હજાર લોકોની હાજરીમાં પ્રોજેક્ટનું ઉદ્દધાટન કરશે. ત્યારબાદ સારનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોયા બાદ તેઓ ગંગા ઘાટ પર દીપોત્સવમાં પણ સામેલ થશે.

વડાપ્રધાન તેમના સંસદીય ક્ષેત્રથી ગંગા યાત્રાધામ શહેરોને જોડતા પ્રયાગરાજ-વારાણસી નેશનલ હાઇવેનું લોકાર્પણ કરશે. મિર્ઝામુરાદમાં એક જાહેરસભા પણ છે અને તેમાં પાંચ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવશે.

જાહેરસભા બાદ પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા સારનાથ જશે અને લાઈટ એન્ડ સાઉન્ડ શો જોશે. ખિડકિયા ઘાટ પર પહોંચતાં તેઓ લેઝર શો જોશે અને દીપોત્સવની રોશની નિહાળશે. આ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી સહિતના અન્ય લોકો ઉપસ્થિત રહેશે.

_Devanshi

Exit mobile version