Site icon hindi.revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30મી ઓક્ટોબરના રોજ હવાઈ માર્ગે અમદાવાદ આવશે. તેમજ તા. 31મી ઓક્ટોબરના રોજ પીએમ મોદી સી-પ્લેન મારફતે કેવડિયા જાય તેવી શકયતા છે. જ્યાં સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં તા. 31મી ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન તા. 30મી ઓક્ટોબરના રોજ હવાઈ માર્ગે અમદાવાદ આવે તેવી શકયતા છે. તેમજ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. તા. 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન અમદાવાદમાં સી-પ્લેન સેવાનું લોકાર્પણ કરશે. તેમજ સી-પ્લેન મારફતે કેવડિયા જશે. જ્યાં એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતની મુલાકાત દરમિયાન અન્ય બે થી ત્રણ પ્રોજેક્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ થાય તેવી પણ સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે આ ઉજવણી મર્યાદિત ઉપસ્થિતો વચ્ચે થઇ શકે છે. જોકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ થઇ રહી છે.

Exit mobile version