અમદાવાદ: તો આખરે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થતા કરોડો લોકોમાં ખુશીનો માહોલ છે. વાત એવી છે કે કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. રામ મંદિરના નિર્માણ લઈને સૌથી સારી વાત એ છે કે કોઈના મનમાં કોઈ દુખની ભાવના નથી.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાને આમંત્રણ આપવામાં આવ્યું નથી પણ તેમની વાત જાણીને તમે પણ ખુશ થઈ જશો. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે 490 વર્ષ પછી વિજય મળ્યો છે અને તેથી તેમને ખુશી છે.
પ્રવીણ તોગડિયાએ કહ્યું કે ભગવાને તેમને જીવનમાં આ માટે તક આપી તેના માટે ભગવાનનો આભાર, સુપ્રીમ કોર્ટનો આભાર અને મને નિમંત્રણ નથી મળ્યું તેનું મહત્વ નથી પણ મે મારા ધર્મ કર્તવ્યનું પાલન કર્યું છે, રામ મંદિર નિર્માણ ખુશીનો અવસર છે અને આવા સમયમાં નારાજ કેમ થવાનું? અયોધ્યા તો ઝાંકી હૈ, કાશી-મથુરા બાકી હૈ.
સૌથી વધારે મહત્વની વાત એ છે કે પ્રવીણ તોગડિયાએ લોકોને કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું અને માસ્ક પહેરવાની પણ અપીલ કરી છે અને નિયમોની સાથે રામ મંદિર નિર્માણના પર્વનો આનંદ લેવાની વાત કરી છે.
_Vinayak