Site icon hindi.revoi.in

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓએ ટુ-વ્હીલર હંકારતી વખતે પહેરવુ પડશે ફરજીયાત હેલ્મેટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ ફરીએક વાર શરૂ કરીને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં હેલ્મેટ પહેર્યા વગર ફરતા ટુ-વ્હીલર ચાલકોને ઝડપીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, અમદાવાદ ગ્રામ્યમાં ટુ-વ્હીર ઉપર ફરતા પોલીસ કર્મચારીઓએ પણ ફરજીયાત હેલ્મેટ પહેરવુ પડશે. હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકારનાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા માટે ગ્રામ્ય પોલીસ વડાએ આદેશ કર્યો છે. એટલું જ નહીં બે વખત પોલીસ કર્મચારી ઝડપાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા હેલ્મેટ મુદ્દે ડ્રાઈવ કરવામાં આવી રહી છે. તા. 20મી સપ્ટેમ્બર સુધી આ ડ્રાઈવ કરવામાં આવશે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય પોલીસના મોટાભાગના અધિકારી-જવાનો ટુ-વ્હીલર ઉપર આવન-જાવન કરે છે. તેમણે પણ ફરજીયાત હેલ્મેટ પહેરવાનું રહેશે. આ અંગે ગ્રામ્ય એસપીએ આદેશ કર્યો છે. પોલીસ કર્મચારી બે વખત હેલ્મેટ પહેર્યા વગર પકડાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, હેલ્મેટના કાયદાનું સૌ પ્રથમ અમલ કાયદાના રક્ષક એવા પોલીસ કર્મચારીઓએ કરવાનું રહેશે. તો સામાન્ય જનતા તેનો અમલ કરશે. જો પોલીસ કર્મચારી જ કાયદાનો ભંગ કરશે તો સામાન્ય જનતા સામે અપેક્ષા રાખવી ખોટી છે. જેથી અમદાવાદ ગ્રામ્યના પોલીસ કર્મચારીઓ હેલ્મેટના કાયદાનો અમલ નહીં કરે તે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version