Site icon hindi.revoi.in

આતંકવાદને આશ્રય આપનારાઓને કરીશું બેનકાબ : પીએમ મોદી

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાઈ છે. દુનિયાના કોઈને કોઈ ભાગમાં મોતનો ઓછાયો મંડરાય રહ્યો છે. ભારત આતંકવાદ ફેલાવનારાઓની વિરુદ્ધ મજબૂતાઈથી લડાઈ લડી રહ્યું છે.

પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે આતંકવાદને પનાહ આપનારાઓને અમે દુનિયાની સામે બેનકાબ કરીશું અને આતંકવાદીઓને નષ્ટ કરીશું. કેટલાક લોકોએ માત્ર ભારત નહીં આપણા પાડોશી દેશોને પણ આતંકવાદથી હેરાન કરીને રાખ્યા છે. બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા આતંકવાદની સામે ઝઝૂમી રહ્યા છે.

Exit mobile version