Site icon hindi.revoi.in

ભાઈ-ભતીજાવાદ એક ઉધઈની જેમ : પીએમ મોદી

Social Share

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલા સંબોધનમાં કહ્યુ હતુ કે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યુ છે કે વ્યવસ્થામાં પરિવર્તન થવું જરૂરી છે અને આ ભ્રષ્ટાચારથી મુક્ત થવી જોઈએ. આપણા આ મિશનમાં જે રુકાવટ બની રહ્યા હતા, અમે તેમની છૂટ્ટી કરી દીધી અને કહ્યુ કે તમારો રસ્તો અલગ છે. દેશમાં ભાઈ-ભતીજાવાદ એક ઉધઈની જેમ છે. આ બીમારીને ભગાડવી જરૂરી છે.

તેમણે કહ્યુ હતુ કે હવે જરૂરત છે કે ધીરે-ધીરે સરકારો લોકોના જીવનમાંથી બહાર નીકળે અને લોકો આઝાદીથી પોતાને આગળ વધારી શકે. કોઈના પર પણ સરકારનું દબાણ હોવું જોઈએ નહીં. પરંતુ મુસીબતના સમયમાં સરકાર હંમેશા લોકોની સાથે ઉભી રહેવી જોઈએ. અમારી સરકારે દરરોજ એક કાયદો સમાપ્ત કર્યો છે, જેથી લોકો પરનો બોજો સમાપ્ત થઈ શકે. આ સરકારે 10 સપ્તાહમાં પણ 60 કાયદા સમાપ્ત કર્યા છે.

Exit mobile version