Site icon hindi.revoi.in

ટ્વીટર પર વધી પીએમ મોદીની લોકપ્રિયતા

Social Share

નવી દિલ્લી: વર્ષ ૨૦૦૯ માં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરથી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. પીએમ મોદી ટ્વીટર પર સોથી વધુ ફોલો થનાર નેતાઓમાં સામેલ છે. આ સમયે તેના ટ્વીટર અકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા વધીને ૬૦ મિલિયન થઇ ચુકી છે. એટલે કે પીએમને ભારત સમેત દુનિયાભરમાં ૬ કરોડ લોકો ફોલો કરે છે, જયારે પીએમ ખુદ ૨૩૫૪ હસ્તીઓને ફોલો કરે છે.

સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી ટ્વીટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૫ કરોડ લોકો ફોલો કરતા હતા. જયારે હવે ૬ કરોડ થઇ ચુક્યા છે. તેનો અર્થ એ છે કે માત્ર ૧૦ મહિનામાં જ ટ્વીટર પર ૧ કરોડ લોકોએ તેમને ફોલો કર્યા છે. તો, બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટવીટર પર ૨ કરોડ ૧૬ લાખ ફોલોઅર્સ છે. અને ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક કરોડ પાંચ લાખ લોકો ટ્વીટર પર ફોલો કરે છે.

ટ્વીટર પર સોથી વધુ લોકપ્રિય નેતાઓમાં સોથી ઉપર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે. ઓબામાના ટ્વીટર પર ૧૨૦.૭ મિલિયન ફોલોઅર્સ છે એટલે કે તેને ૧૨ કરોડ લોકો ફોલો કરે છે. બીજા નંબર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વીટર પર ૮૩.૭ મિલિયન એટલે કે ૮ કરોડ ૩૭ લાખ લોકો ફોલો કરે છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ટ્વીટર પર ૫૨ લાખ લોકો ફોલો કરે છે. રાહુલ એપ્રિલ ૨૦૧૫ માં ટ્વીટરથી જોડાયા હતા. આ સિવાય ૨૦૧૯માં ટ્વીટરથી જોડાયેલ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાના ટ્વીટર ફોલોઅર્સની સંખ્યા ૨૫ લાખ છે. જયારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક કરોડ ૯૯ લાખ લોકો ફોલો કરે છે.

(Devanshi)

Exit mobile version