પીએમ મોદી તાજેતરમા ગલ્ફ દેશોની મુલાકાતે હતા. અહીં તેમને યુએઈ અને બહરીન જેવા ઈસ્લામિક દેશો સાથે ભારતના કૂટનીતિક સંબંધોને આગળ વધાર્યા છે. આ દેશોની સાથે ભારતના સંબંધોને મજબૂત કરવાના મામલાને તમે એવી રીતે સમજી શકો છો કે બંને દેશો દ્વારા ભારતના પીએમને તેમના દેશોના સર્વોચ્ચ સમ્માનથી નવાજવામાં આવ્યા છે.
એક તરફ જ્યાં વડાપ્રદાન મોદીને શનિવારે યુએઈના સર્વોચ્ચ નાગરીક સમ્માન ઓર્ડર ઓફ જાયદથી નવાજવામાં આવ્યા, તો બહરીનના રાજા સાથે મુલાકાત દરમિયાન પણ પીએમ મોદીને ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનાસાંથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. યુએઈ અને બહરીન સિવાય અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, પેલેસ્ટાઈન અને માલદીવ જેવા ઈસ્લામિક દેશોએ પણ પીએમ મોદીને પોતાના દેશોના સર્વોચ્ચ સમ્માનથી સમ્માનિત કર્યા છે.
બહરીન અને યુએઈમાં પીએમ મોદીનું સમ્માન ભારતનું પણ સમ્માન છે અને તેના ટાઈમિંગને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતીય રાજ્ય જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણયના વિરોધમાં પાકિસ્તાન સૌથી પહેલા ઓર્ગેનાઈઝેશન ફોર ઈસ્લામિક કોર્પોરેશનની પાસે જ ગયું હતું અને યુએઈ તથા બહરીન ઓઆઈસીના મુખ્ય સદસ્યોમાંથી એક છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર આ દેશોની મદદ માંગી રહ્યું હતું, પરંતુ આ દેશોએ પીએમ મોદીને એવા સમયે સમ્માનિત કર્યા છે કે જેના દ્વારા પોતાના પક્ષને ખૂબ સારી રીતે દુનિયાની સામે તેમણે પ્રદર્શિત કરી દીધો છે.
પાકિસ્તાન આખી દુનિયામાં એ પ્રચારીત કરે છે કે ભારત મુસ્લિમો પર અત્યાચાર કરે છે અને મોદી રાજમાં લઘુમતી મુસ્લિમો પર ખૂબ જુલ્મ થઈ રહ્યા છે. પરંતુ દુનિયાભરના મુસ્લિમ દેશોએ ભારતને સાથ આપીને સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન અને પાકિસ્તાનની સેના માત્ર ડોમેસ્ટિક પોલિટિક્સને સાધવા માટે ભારત અને કાશ્મીરનો રાગ આલાપતી રહે છે. પાકિસ્તાનને અલગ કરી દેવામાં આવે તો આખું વિશ્વ અને ખાસ કરીને ઈસ્લામિક દેશ ભારતનું સમર્થન કરે છે અને તેનું સૌથી મોટું પ્રમાણ છે અલગ-અલગ દેશો દ્વારા ભારતના પીએમને સમ્માનિત કરવા.
ઉદાહરણ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગત વર્ષ ફેબ્રુઆરીમાં પેલેસ્ટાઈનમાં ગ્રેડ કોલર સમ્માનથી નવાજવામાં આવ્યા હતા. આ વિદેશી મહેમાનોને આપવામાં આવતું પેલેસ્ટાઈનનું સર્વશ્રેષ્ઠ સમ્માન છે. ભારત અને પેલેસ્ટાઈનના સંબંધોની બહેતરી માટે પીએમ મોદી દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા માટે આ સમ્માન આપવામાં આવ્યું હતું.
આવા પ્રકારે વર્ષ – 2016માં સાઉદી અરેબિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સર્વોચ્ચ નાગરીક સમ્માન ધ કિંગ અબ્દુલ્લાજીજ સાશ આપીને સમ્માનિત કર્યા હતા આ પુરષ્કાર આધુનિકા સાઉદી રાજ્યના સંસ્થાપક અબ્દુલ્લાજીજ અલ સૌદના નામ પર છે.
આના સિવાય 2016માં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અફઘાનિસ્તાનનું સર્વોચ્ચ નાગરીક સમ્માન અમીર અમાનુલ્લાખાન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. દેશના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીએ પીએમ મોદીને આ એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ પીએમ મોદી સૌથી પહેલા માલદીવના પ્રવાસે ગયા હતા, ત્યાં પીએમ મોદીને માલદીવનો સર્વોચ્ચ પુરસ્કાર રુલ ઓફ નિશાન ઈજ્જુદ્દીન આપવામાં આવ્યો હતો.
કુલ મળીને ભારતના પીએમનું તમામ ઈસ્લામિક દેશ સમ્માન કરે છે અને ત્યારે આ દેશોએ પીએમ મોદીને પોતપોતાના દેશોના સર્વોચ્ચ સમ્માનોથી નવાજયા છે. આ ભારતની કૂટનીતિક જીતની સાથે પાકિસ્તાનના મોંઢા પર પણ જબરદસ્ત તમાચો છે કે જે દરેક સમયે ભારતની વિરુદ્ધ પોતાના એજન્ડાને આગળ વધારે છે. પાકિસ્તાની આખી દુનિયામાં ભારત વિરોધી પ્રચાર કરે છે અને પીએમ મોદીની છબીને ધુમિલ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ ઈસ્લામિક દેશોએ દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નેતાનું સમ્માન કરીને પાકિસ્તાનને તેનું સ્થાન દેખાડવાનું કામ કર્યું છે.