Site icon Revoi.in

સહેલાણીઓ તહેવારોમાં ‘કાંકરીયા લેક ફ્રન્ટ’ની મજા માણી શકશે – 1લી નેમ્બરથી સંપૂર્ણ  ખોલવાની તૈયારીઓ

Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી, જેને લઈને અનેક જોહેર પાર્ક, સિનેમાઘરો જેવા જાહેર સ્થળો  વગેરે પર પ્રતિબંધ મૂકાયો હતો, જો કે ઘીરે ઘીરે અનલોક થતા અનેક સ્થળોને ખોલવાની પરવાનગી આપવામાં આવી, ત્યારે હવે કાંકરીયા લેક પણ સહેલાણીઓ માટે ખુલ્યું છે.

જો કે 1લી ઓક્ટોબરથી ખોલવામાં આવેલા  કાંકરીયા લેક ફ્રન્ટમાં કેટલાક પાર્ક બંધ જ રાખવામાં આવ્યા છે, પરંતુ હવે 1લી નવેમ્બરના રોજથી અમદાવાદીઓ સમગ્ર કાંકરીયાની મજા માણી શકશે, કારણ કે તહેવારોની સિઝન શરુ થતા હવે કાંકરીયાના તમામ પાર્ક,વિભાગ ખોલવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

બાળકોનું ખાસ પ્રિય બનેલ કિડ્સ સિટી, મિની ટ્રેન પરનો પ્રતિબંધ પણ હજુ સુધી હટાવાયો નથી. વોટર એક્ટિવિટીઝ તેમજ રાઇડ પણ હજુ  ચાલુ કરવામાં નથી આવી જેના કારણે વિતેલી 1લી ઓકટોબરથી કાંકરિયા લેક ફ્રન્ટ સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયું હોવા છતાં લોકો આવવાનું ટાળી રહ્યા છે, સહેલાણીઓ સંપૂર્ણ લેકની મજા નથી માણી શકતા.

પ્રથમ તબક્કામાં કાંકરિયા ઝૂ, બાલવાટિકા અને બટરફલાય પાર્કને મુલાકાતીઓ માટે ખુલ્લાં મુકાયાં હતાં.જો કે બાળકો માટે નોકટર્નલ ઝૂ હજુ બંધ છે.ત્યારે હવે આવનારા મહિનાથી આ બંધ પડેલા તમામ પાર્કને જો ખુલ્લા મૂકવામાં આવે તો સહેલાણીઓ તેની ભારે મજા લૂટી શકશે, જેથી હવે તહેવારોમાં કાંકરીયા સહેલાણીઓ માટે બધા જ પાર્ક અને વિભઆગ સાથે સંપૂર્ણ ખોલવાની કવાયત હાથ ઘરવામાં આવી છે.

સાહીન-