Site icon hindi.revoi.in

‘પનીર ટીક્કા ડ્રાય’ – ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં, ઈઝી રીતે અને ઓછી મહેનતમાં થશે રેડી

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

સાહીન મુલતાની

સામગ્રી

પનીર મેરીનેટ કરવાની રીત – સૌ પ્રથમ પનીરના મોટા મોટા ચોરસ સાઈઝના ટૂકડા કરી લો,ત્યાર બાદ તેમાં શિમલા મરચા,કાંદા,ટામેટા, દહીં,મેંદો,કોર્ન ફ્લોર,,આદુ-લસણની પેસ્ટ,મીઠૂં,ટીક્કાનો મસાલો,લાલ મરચું,અને હરદળ નાંખી બરાબર મિક્સ કરો,બે થી ત્રણ ચમચી તમે પાણી પણ ઉમેરી શકો છો,જેથી પનીર પર મસાલો બરાબર સેટ થઈ જાય ,ત્યાર બાદ આ મેરીનેટ કરેલા પનીરને ઓછામાં ઓછું 2 કલાક ઢાંકીને રહેવા દો.જો તમે ઈચ્છો તો પનીરને વધુમાં વધુ 5 થી 6 કલાક પણ મેરીનેટ કરવા રાખી શકો છો.

પનીર ટીક્કા ફ્રાય કરવાની રીત– હવે બે કલાક બાદ પનીરના અને વેજીસના એક એક ટૂકડા પર બરાબર મસાલો સેટ થઈ ગયો હશે,એક તવી પર અથવા તો પછી નોન્સિટિક કાઢાઈમાં 3 થી 4 ચમચી તેલ નાંખીને તેલ બરાબર થવા દો,હવે તેલ થયા બાદ એક વૂડન સ્ટિકમાં પહેલા પનીર પછી એક કાંદાનો ટૂકડો પછી એક શિમલા મરચાનો ટૂકડો અને ત્યાર બાદ ટામેટાનો ટૂકડો સેટ કરો,આ રીતે પનીરના 4 ટૂકડા એક વૂડન સ્ટિકમાં ગોઠવી લો. આ રીતે પનીર અને  વેજીસને વૂડન સ્ટિક પર સેટ કરવું

હવે કઢાઈ કે તવી પર આ રેડી કરેલા ટીક્કાની સ્ટિક ગોઠવી લો, ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ તદ્દન ઘીમી કરી લો,હવે 5 મિનિટ સુધીસ ઘીમી ફ્લેમ પર આ ટીક્કાને થવા દો,ત્યાર બાદ ટીક્કાને પલટાવીને તેની સીજી સાઈટ પણ પાંચ મિનિચટ સુધી ઘીમી ફ્લેમ પર થવા દો આ રીતે ચારે બાજુથી તેને બરાબર સેલો ફ્રાય કરીલો, હવે કોલસાને બરાબર ગરમ કરી તેના પર ઘી નાંખીને તેનો તડકો  કઢાઈ કે તવીમાં આપી દો જેથી કરી પનીરમાં ખુબ જ સરસર સુગંધ બેસી જશએ અને રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ પણ આવશે,ત્યાર બાદ ગેસ બંઘ કરી તેને ઉતારી લો,તૈયાર છે તમારા ડ્રાય પનીર ટિક્કા,આ રેસીપી માત્ર 10 થી 15 મિનિટમાં રેડી થઈ જશે,અને નાસ્તામાં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગશે,તો આજે જ ટ્રાય કરો તમારા ઘરે,તમે ગ્રીન ચટણી કે સોસ સાથએ તેને સર્વ કરી શકો છો.

Exit mobile version