Site icon hindi.revoi.in

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત- કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન- એક જવાન શહીદ

Social Share

પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર દેશની સરહદ પર પોતાના નાપાક ઈરાદાને અન્જામ આપવાના પ્રયત્નમાં લાગ્યું હોય છે,પાકિસ્તાન દ્રારા કેટલીક વાર સીઝફારયનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ત્યારે મોડી રાત્રે ફરી પાકિસ્તાને તેના નાપાક કૃત્યને અંજામ આપ્યો હતો જેમાં સરહદ પર એક ભારતીય જવાન શહીદ થયો છે.

જમ્મુ-કાશ્મીરમાં સ્થિત પુંછ જિલ્લાના કસ્બા કર્ની સેક્ટર અને બાલાકોટક્ષેત્રમાં પાકિસ્તાન દ્રારા ફરી વિતેલી મોડી રાતે  સિઝફાયરનું ઉલ્લંઘન કરવાની ઘટના બની  છે. બાલાકોટમાં નિયંત્રણ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં એક જવાન શહીદ થયો છે.

પોતાની હરકતોથી બાજ ન આવતા પાકિસ્તાને પુંછ જિલ્લાના કસ્બા કર્ની સેક્ટરમાં મોર્ટાર સાથે ગોળીબાર કરીને ફરી એક વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જો કે પાકિસ્તાનને ભારતની સેના તરફથી વળતો જવાબ આપવામાં આવ્યો હતો,આ ગોળીબારમાં એક જવાનને ગોળી વાગતા તે શહીદી ઓરી ગયો હતો.

આ સમગ્ર હલચલ વચ્ચે કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સ્થાનિક લોકોએ અવો દાવો કર્યો હતો કે તેઓ એ આ વિસ્તારમાં  સરહદ પાસે એક ડ્રોનને ઉડતું જોયું હતું. ત્યાર બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું,જો  કે સર્ચ ઓપરેશનમાં કઈ મળ્યુ નહોતું,છેલ્લા કેટલાક મહિનાથી કાશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરી વધી રહી છે સાથે પાકિસ્તાન દ્રારા આ પ્રકારની હરકત કરવામાં આવી રહી છે પરંતુ ભારતીય સેના દ્રારા તેનો મૂહતોડ જવાબ અપાઈ રહ્યો છે.છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય સેના દ્રારા આતંકીઓનો ખાતમો કરવાની ઘણી ઘટના બની છે.

સાહીન-

Exit mobile version