દિલ્હીઃ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન અને આઈએસઆઈએ જમ્મુ-કાશ્મીર અને પંજાબ મારફતે ભારતમાં આતંકનો સામન મોકલવા માટે મોટા ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. કાઉન્ટર ટેરર ઓપરેશન સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદી સંગઠન અને આઈએસઆઈ દ્વારા ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી માટે છેલ્લા કેટલાક વર્ષોથી નાના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે તેમણે અપગ્રેડેડ ડ્રોનની ખરીદી કરી છે. જે મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકને સીમા પાર કરાવી શકે છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, વધારે ક્ષમતાવાળા કાશ્મીરના હીમ વર્ષાના કારણે આતંકવાદીઓ ઘુસણખોરી કરી શકતા નથી. જેથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીને ફેલાવવા માટે પાકિસ્તાન પંજાબમાં ડ્રોનથી હથિયારો મોકલી રહ્યું છે. પાકિસ્તાનમાં કાર્યરત ખાલિસ્તાની સંગઠનો પણ પંજાબમાં થઈ રહેલા ખેડૂત આંદોલનનો ફાયદો ઉઠાવીને રાજ્યમાં ભાંગફોડની પરિસ્થિત ઉભા કરવાની ફીરાકમાં છે. એકાદ વર્ષના સમયગાળામાં પંજાબમાંથી ચાર ચાઈનીઝ ડ્રોન પકડાયાં હતા. જેનો હથિયાર મોકલવા ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ ડ્રોનથી સીમા નજીકના વિસ્તારમાં બોમ્બથી પણ હુમલો કરી શકાય છે.