પાકિસ્તાન ગત એક સપ્તાહથી જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાના મામલાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. જો કે તે ખુદ ગત 70 વર્ષોમાં કાશ્મીરના એક હિસ્સામાં આવા પ્રકારના ઘણાં પગલા ઉઠાવી ચુક્યું છે. કાશ્મીરનો આ હિસ્સો 1949થી જ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબજા હેઠળ છે. આ હિસ્સાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેના નામથી પણ ઓળખવામાં આવે છે.
પાકિસ્તાની પ્રશાસનના મોડલથી વાકેફ સૂત્રોનું કહેવું છે કે પીઓકે પર 1949માં ગેરકાયદેસર રીતે કબજો મેળવીને બે વર્ષ બાદ જ પાકિસ્તાને તેને બે અલગ પ્રશાસનિક ઝોનમાં વહેંચી દીધું હતું. તેના એક હિસ્સાનું નામ તેણે કથિત આઝાદ કાશ્મીર અને બીજા ભાગનું નામ ફેડરલી એડમિનિસ્ટ્રેડ નોર્ધન એરિયા રાખ્યું હતું.
2018માં ગિલગિટ-બાલ્તિસ્તાન ઓર્ડરમાં કંઈ વધુ પરિવર્તન કર્યું
1969માં પાકિસ્તાને ફેડરલી એડમિનિસ્ટ્રેડ નોર્ધન એરિયા માટે એક એડવાઈઝરી કાઉન્સિલની રચના કરી હતી. 1994માં આ એડવાઈઝરી કાઉન્સિલને એક લીગલ ફ્રેમવર્ક ઓર્ડર હેઠળ નોર્ધન એરિયા કાઉન્સિલમાં બદલવામાં આવી હતી. તેના પાંચ વર્ષ બાદ પાકિસ્તાને લીગલ ફ્રેમવર્ક (અમેન્ડમેન્ટ) ઓર્ડર પારીત કર્યો, તેના પ્રમાણે નોર્ધન એરિયા કાઉન્સિલને નોર્ધન એરિયા લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ફેરવી દીધી. બાદમાં તેને 2009માં ગિલગિટ-બાલ્તિસ્તાન એમ્પાવરમેન્ટ એન્ડ સેલ્ફ-ગવર્નેન્સ ઓર્ડરથી બદલવામાં આવી. એક સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ આદેશ હેઠળ પાકિસ્તાને ત્યાં એક વિધાનસભા અને એક ગિલગિટ-બાલ્તિસ્તાન પરિષદની રચના કરી છે.
પાકિસ્તાને 2018માં ગિલગિટ-બાલ્તિસ્તાન ઓર્ડરમાં વધુ કેટલાકપરિવર્તન કર્યા,જેમા પાકિસ્તાનના વડાપ્રધાને 63થી વધુ વિષયો પરકાયદો બનાવવાનો અધિકાર અને ગિલગિટ-બાલ્તિસ્તાન વિધાનસભા પાસેથી પણ કાયદાને રદ્દ કરવાનો અધિકાર સામેલ છે. સૂત્રો પ્રમાણે, આની સાથે જ પાકિસ્તાને 2018ના આર્ડરમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન કરવાની શક્તિ ગિલગિટ-બાલ્તિસ્તાનની વિધાનસભા પાસેથી છીનવીને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખના હાથમાં આપી દીધી હતી.
પીઓકેનો એક હિસ્સો ચીનને સોંપ્યો
વિભાજન પહેલા જમ્મુ-કાશ્મીર રાજપરિવારે 1927માં સ્ટેટ સબ્જેક્ટ રુલ બનાવ્યો હતો. તેના પ્રમાણે અન્ય રાજ્યોના નિવાસીઓને જમ્મુ-કાશ્મીરમાં વસવાટ કરવા પર રોક હતી. જો કે પાકિસ્તાને ગિલગિટ-બાલ્તિસ્તાનમાં બહારના લોકોને વસવાટ કરવા માટે આ આદેશને રદ્દ કર્યો હતો. સૂત્રો પ્રમાણે તેણે કથિત આઝાદ કાશ્મીરમાં પણ આવા જ પગલા ઉઠાવ્યા છે.
આ સિવાય પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગેરકાયદેસર કબજામાં હોવા છતાં તેના એક હિસ્સાને ચીનને સોંપી દેવામાં આવ્યો છે. જે ચીન અને પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર સહીત ઘણાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે 27 ઓક્ટોબર, 1947ના ઈન્સ્ટ્રૂમેન્ટ ઓફ એક્સેશન હેઠળ જમ્મુ-કાશ્મીરનો ભારતમાં વિલય થયો હતો. ભારતમાં સામેલ અન્ય લગભગ 540 રજવાડાઓએ પણ આવી રીતે ઈન્સ્ટ્રૂમેન્ટ ઓફ એક્સેશન પર હસ્તાક્ષર કર્યા હતા.