Site icon Revoi.in

રણમાં પાકિસ્તાનનું ષડયંત્ર, બોર્ડર નજીક સેના અને આતંકવાદીઓનો જમાવડો વધાર્યો

Social Share

ભારત અને પાકિસ્તાનની સરહદે પાકિસ્તાનની ડર્ટી ગેમ ચાલુ છે. એક તરફ સીમાની નજીક ગામમાં લોકોને તે કથિત જેહાદના નામે ઉશ્કેરવામાં લાગી છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં પાકિસ્તાની સેના બોર્ડર નજીક આવીને ડેરો નાખી ચુકી છે. ગુપ્ત જાણકારીઓ પ્રમાણે, જૈશ એ મોહમ્મદ રહમિયાર ખાનની એક મસ્જિદને પોતાનો અડ્ડો બનાવી રાખી છે. પાકિસ્તાન સીમાનો ઉપયોગ આતંકી હુમલા માટે કરે તેવી શક્યતા છે.

જમ્મુ-કાશ્મીરને સ્પર્શતી લાઈન ઓફ કંટ્રોલ પર સુરક્ષાદળોની કડકાઈ બાદ પાકિસ્તાન ભારતમાં આતંકીઓને મોકલવા માટે નવા રસ્તા શોધવામાં લાગેલું છે. ગુજરાતથી લઈને રાજસ્થાન સુધીની દોઢસો કિલોમીટરની સીમા પાકિસ્તાન માટે સોફ્ટ ટાર્ગેટ છે, કારણ કે દૂરદૂર સુધી ફેલાયેલા રણમાં દરેક સમયે દરેક સ્થાને સુરક્ષાદળોનું હાજર થઈ શકવું આસાન નથી.

ત્યાં સુધી કે પાકિસ્તાની રેન્જર્સની બોર્ડર પોસ્ટ પર પણ પાંચથી છ પાકિસ્તાની સૈનિક પાકિસ્તાની રેન્જર્સની વર્દીમાં તેનાત છે. લોંગોવાલાની સામે સૂર્યાંશ કેન્ટની નજીક પાકિસ્તાનની 18મી ડિવીઝનની તેનાતી છે. તો ગબ્બર ઘાટીની નજીક પાકિસ્તાનની પોનોલીકની 16મી ડિવીઝન ડેરો નાખીને બેઠી છે. મુનાબાવની સામે પણ પાકિસ્તાનની 55મી બ્રિગેડ તેનાત છે.

લોંગોવાલાની બિલકુલ સામે રહિમયાર ખાનમાં જેહાદી આતંકીઓ પણ દેખાયા છે. ગુપ્તચર એજન્સીઓ પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવનારા લોકો જૈશ એ મોહમ્મદનું નામ બદલીને સામાજીક સંગઠનોના નામ પર સરહદી વિસ્તારમાં લોકોને જેહાદના નામે હિંસાચાર કરવા મટે ઉશ્કેરી રહ્યા છે.

આજતકે પોતાની પાસે રહેલા વીડિયોના આધારે બોર્ડર વિસ્તારમાં આ જેહાદી રેલી કાઢનારા લોકો દ્વારા જેહાદ માટે ઉશ્કેરણી કરાયાનો દાવો પણ કરવામાં આવ્યો છે. તે લોકોને સમજાવી રહ્યા છે કે કાશ્મીરમાં કલમ-370 સમાપ્ત કરીને ભારતે કાશ્મીરીઓ પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું છે અને તેનો બદલો લેવા માટે તમામે આગળ આવવું જોઈએ.

રાજસ્થાનની સીમામાં બિકાનેરની સામે બહાવલપુરનું પાસપોર્ટ અબ્બાસ જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર હતું. પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ ડરીને પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના અડ્ડાને બહાવલપુરથી હટાવીને અફઘાનિસ્તાન બોર્ડર નજીક સ્થાનાંતરીત કર્યું છે. પરંતુ ગુપ્ત એજન્સીઓની જાણકારી પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદે રહિમયાર ખાનની એક મોટી મસ્જિદને પોતાનો આતંકી અડ્ડો બનાવી છે. આ મસ્જિદ ભારતીય સરહદની બિલકુલ નજીક છે.

પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ આતંકીઓને આ વિસ્તારમાંથી હટાવીને રણ વિસ્તારમાં સુરક્ષિત રાખવામાં આવે, તે પાકિસ્તાનની એક ચાલ પણ હોઈ શકે છે, જ્યાં પાકિસ્તાની સેના આતંકવાદીઓને રાજસ્થાનની સીમા દ્વારા ભારતમાં અન્ય સ્થાનો પર આતંકવાદી ઘટનાઓ માટે મોકલવાની ગતિવિધિઓ કરે છે.

પાકિસ્તાનના આટલી મોટી સંખ્યામાં સૈનિકોની સીમા પર તેનાતી છતાં ફેન્સિંગથી એક પાકિસ્તાની મુનાબાવમાં અંદર આવી ગયો છે. આ ઘટનાને સુરક્ષાદળો બેહદ ગંભીરતાથી લઈ રહ્યા છે. પૂછપરછમાં તે કંઈ જણાવી રહ્યો નથી. પરંતુ માનવામાં આવે છે કે આ પાકિસ્તાની સેનાની કોઈ ચાલબાજી હોઈ શકે છે કે કોઈને પાકિસ્તાનથી ફેન્સિંગની નીચેથી મોકલી શકાય છે કે નહીં, તે ચકાસવા માટે આમ કરવામાં આવ્યું છે. તેની સાથે આ વ્યક્તિ ઝડપાય છે કે કેમ તેની પણ પાકિસ્તાની સેના દ્વારા ચકાસણી કરાયાની શક્યતા છે. જો કે ગ્રામજનોએ આ વ્યક્તિને ઝડપીને બીએસએફને સોંપી દીધો છે.